કોમેડિયન ભારતીસિંહ ફરી બની માતા, ઇમરજન્સી ડિલિવરીમાં પુત્રનો જન્મ; માતા-પુત્ર બંને સંપૂર્ણ સ્વસ્થ હોસ્પિટલ ડોક્ટરોએ પુષ્ટિ કરી

કોમેડિયન ભારતીસિંહ ફરી બની માતા, ઇમરજન્સી ડિલિવરીમાં પુત્રનો જન્મ; માતા-પુત્ર બંને સંપૂર્ણ સ્વસ્થ હોસ્પિટલ ડોક્ટરોએ પુષ્ટિ કરી

મશહૂર કોમેડિયન અને ટેલિવિઝન જગતની લોકપ્રિય ચહેરા ભારતીસિંહ ફરી એકવાર માતા બની છે. આજે સવારે ઇમરજન્સી પરિસ્થિતિમાં તેણે પુત્રને જન્મ આપ્યો છે. અચાનક પરિસ્થિતિ સર્જાતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોની ટીમે સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી. હાલ ભારતીસિંહ અને નવજાત પુત્ર બન્નેની તબિયત સ્થિર અને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, ભારતી આજે તેના લોકપ્રિય કોમેડી શો ‘લાફટર શેફ્સ’ના શૂટિંગ માટે સેટ પર પહોંચવાની તૈયારીમાં હતી. સવારે અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ અને થોડી જ વારમાં તેની સ્થિતિ વધુ ગંભીર બનતા પરિવારજનો અને ટીમે તરત જ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, સમયસર સારવાર મળતા કોઈ જટિલતા સર્જાઈ નહીં અને સુરક્ષિત રીતે પુત્રનો જન્મ થયો. હાલ ભારતી અને બાળક બન્નેને વિશેષ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, પરંતુ બન્ને સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયા બીજી વખત માતા-પિતા બન્યા છે. આ પહેલા પણ તેમને એક પુત્ર છે, જે સોશિયલ મીડિયા પર તેમની સાથેના મજેદાર વીડિયો અને તસવીરોને કારણે ખૂબ લોકપ્રિય છે. બીજીવાર માતા બનવાના સમાચાર સામે આવતા જ તેમના ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે.

ભારતીસિંહ છેલ્લા ઘણા વર્ષોથી કોમેડી જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે. ‘ધ કપિલ શર્મા શો’, ‘કોમેડી સર્કસ’ સહિત અનેક શોમાં તેમની કોમિક ટાઈમિંગ અને નિર્દોષ હાસ્યને દર્શકોએ દિલથી સ્વીકાર્યું છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ ભારતી કામ પ્રત્યે સક્રિય રહી હતી અને નિયમિત રીતે શૂટિંગ કરતી રહી હતી, જેને કારણે તેમના ફેન્સ તેમના ફિટનેસ અને પ્રોફેશનલિઝમની પ્રશંસા કરતા રહ્યા છે.

હર્ષ લિંબાચીયા પણ લેખક અને પ્રોડ્યુસર તરીકે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ભારતી અને હર્ષની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે અને બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તેમના પરિવારમાં નવા સભ્યના આગમનથી ખુશીની લહેર દોડીને છે.

હાલ ભારતીસિંહ આરામ કરી રહી છે અને તબીબી સલાહ મુજબ થોડા દિવસ સુધી કામથી વિરામ લેશે. તેમના પરિવારજનો દ્વારા પણ ચાહકોનો આભાર માનવામાં આવ્યો છે અને સૌની શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે.

કોમેડી જગતની આ લોકપ્રિય કલાકારના જીવનમાં ખુશીઓનો નવો અધ્યાય શરૂ થયો છે, અને ચાહકો હવે ભારતી તરફથી સોશિયલ મીડિયા પર ખુશખબર અને બાળકની ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
 
You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ