ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર, પવનની ગતિ રહેશે સાનુકૂળ, હવામાન વિભાગે અનુકૂળ આગાહી જાહેર કરી Jan 12, 2026 ગુજરાતના લોકપ્રિય લોકોત્સવ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે રાજ્યભરના પતંગબાજો માટે ખુશખબર સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે, જેના કારણે ‘કાઈપો છે’ના નાદ સાથે ઉત્તરાયણનો ઉત્સવ ધૂમધામથી ઉજવાઈ શકે છે. ઉત્તરાયણ દરમિયાન પવનની ગતિ અને દિશા રહેશે અનુકૂળહવામાન વિભાગે જણાવ્યા મુજબ, 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ઝડપ 5થી 15 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.14 જાન્યુઆરીએ પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે.15 જાન્યુઆરીએ પણ પવનની દિશા ઉત્તર-પશ્ચિમ જ રહેશે.જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં પવન ઉત્તર-પૂર્વ દિશાનો રહેવાની શક્યતા છે, જે પતંગબાજો માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં રાજ્યભરમાં પતંગબાજીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચશે. આગામી 7 દિવસ સુધી કેવું રહેશે હવામાનહવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. જોકે, તાપમાનમાં વધઘટ જોવા મળશે.આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે.ત્યારબાદના આગામી 4 દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે.ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધશે, જેથી પતંગબાજોએ ધાબા પર ગરમ કપડાં સાથે તૈયાર રહેવાની જરૂર પડશે. રાજ્યના તાપમાનની હાલની સ્થિતિસમગ્ર રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.અમરેલીમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યના સૌથી ઠંડા વિસ્તારો રહ્યા છે.અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે, જેમાં આગામી 24 કલાકમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ પારો 15 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. પતંગબાજી સાથે ઠંડી માટે પણ તૈયારી જરૂરીઆ રીતે ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશમાં રંગબેરંગી પતંગોની પેચબાજી માટે પવનનો પૂરતો સાથ મળશે, પરંતુ સાથે સાથે કડકડતી ઠંડીનો ચમકારો પણ અકબંધ રહેશે. પતંગબાજો માટે આ ઉત્તરાયણ આનંદ, ઉત્સાહ અને સાવચેતી — ત્રણેય સાથે ઉજવવાનો અવસર બનશે. Previous Post Next Post