કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂરા કર્યા 28,000 રન

કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂરા કર્યા 28,000 રન

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે દરમિયાન એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ન્યૂઝીલેન્ડ સામે માત્ર 25 રન બનાવતાની સાથે જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કર્યા, અને આ સિદ્ધિ મેળવનારો તે વિશ્વનો ત્રીજો ક્રિકેટર બન્યો છે.

વિશેષ વાત એ છે કે કોહલીએ આ જાદુઈ આંકડો માત્ર 557 મેચની 624 ઇનિંગ્સમાં હાંસલ કર્યો છે, જે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ક્રિકેટરોમાં સૌથી ઝડપી છે. આ પહેલાં આ સિદ્ધિ માત્ર સચિન તેંડુલકર અને કુમાર સંગાકારાએ મેળવી હતી.
 

કોહલીની વધુ એક શાનદાર અડધી સદી

આ ઐતિહાસિક રેકોર્ડની સાથે સાથે વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 77મી અડધી સદી પણ નોંધાવી. કોહલીએ માત્ર 44 બોલમાં ફિફ્ટી પૂર્ણ કરી અને પોતાની લય દર્શાવી. શુભમન ગિલ સાથે તેમની ભાગીદારી દરમિયાન ભારતીય ઇનિંગ મજબૂત બની. 22 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 131 રન હતો.
 

ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ ખાસ એટલા માટે પણ ઐતિહાસિક છે કે કોટંબી સ્ટેડિયમે પ્રથમ વખત મેન્સ ઇન્ટરનેશનલ મેચની મેજબાની કરી છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા અને ભારતને જીત માટે 301 રનનો લક્ષ્યાંક આપ્યો.
 

ન્યૂઝીલેન્ડની ઇનિંગ: મજબૂત શરૂઆત

ન્યૂઝીલેન્ડની શરૂઆત ખુબ જ સારી રહી હતી. ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સએ પહેલી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી અને ભારતીય બોલર્સને મુશ્કેલીમાં મૂક્યા. બંને બેટ્સમેનોએ 60-60 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.

આ ભાગીદારી તોડી ભારતીય ઝડપી બોલર હર્ષિત રાણાએ હેનરી નિકોલ્સને આઉટ કર્યા. નિકોલ્સે 8 ચોગ્ગાની મદદથી 69 બોલમાં 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ હર્ષિત રાણાએ ડેવોન કોનવેને પણ પેવેલિયન ભેગા કર્યા. કોનવેએ 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 67 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું.

મધ્ય ઓવરોમાં મોહમ્મદ સિરાજે વિલ યંગને 12 રન પર આઉટ કર્યો. ત્યારબાદ ડેરીલ મિચેલ એક છેડે ટકી રહીને આક્રમક બેટિંગ કરી અને 71 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી. તેમના યોગદાનથી ન્યૂઝીલેન્ડ 300 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.
 

ભારતની ઇનિંગ: રોહિત વહેલી વિકેટે આઉટ

301 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલે કરી. જોકે, રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ગિલનો સાથ આપવા વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યા અને તેમણે ઇતિહાસ રચ્યો.
 

નવા વર્ષમાં ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ

આ મેચ ભારતીય ટીમ માટે 2026ની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ છે અને ટીમ ઈન્ડિયા જીત સાથે નવા વર્ષની શરૂઆત કરવા આતુર છે. સાથે સાથે વડોદરાનું કોટંબી સ્ટેડિયમ પણ આ ઐતિહાસિક મુકાબલા દ્વારા ક્રિકેટના નકશા પર વિશેષ સ્થાન મેળવી રહ્યું છે.
 

ન્યૂઝીલેન્ડ ટીમનું સ્કોરકાર્ડ

  • ડેવોન કોનવે – 56 (67 બોલ)
  • હેનરી નિકોલ્સ – 62 (69 બોલ)
  • વિલ યંગ – 12 (16 બોલ)
  • ડેરીલ મિચેલ – 84 (71 બોલ)
  • ગ્લેન ફિલિપ્સ – 12 (19 બોલ)
  • મિશેલ હે (WK) – 18 (13 બોલ)
  • માઈકલ બ્રેસવેલ (C) – 16 (18 બોલ)
  • ઝાચેરી ફોલ્કેસ – 1 (2 બોલ)
  • ક્રિસ ક્લાર્ક – 24 (17 બોલ)
  • કાઈલ જેમિસન – 8 (8 બોલ)
     

વડોદરા વનડે માટે ટીમો

ભારતની પ્લેઇંગ 11:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, પ્રસિધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11:
ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝાચેરી ફોલ્કેસ, ક્રિસ ક્લાર્ક, કાઈલ જેમિસન, આદિત્ય અશોક.
 

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ