મકર સંક્રાંતિ 2026: શાસ્ત્રીય વિગત, દાનવિધિ, રાશિ પ્રમાણે પુણ્ય દાન અને પુણ્યકાળનો શુભ સમય Jan 13, 2026 હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર અત્યંત પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસે સંક્રાંતિ ઉજવાય છે અને આ દિવસથી ઉત્તરાયણની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિને દાન, તપ, પૂજા અને સ્નાન માટે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મકર સંક્રાંતિની શાસ્ત્રીય વિગતશાસ્ત્રો મુજબ આ વર્ષે મકર સંક્રાંતિના દેવતાગત તત્વો આ મુજબ છે:વાહન – વાઘ, ઉપવાહન – અશ્વ, વસ્ત્ર – પીળું, તિલક – કેસર, જાતિ – સર્પ, વારનામ – મહોદરી, નક્ષત્રનામ – મંદાકિની, પુષ્પ – જુઈ, વય – કુમારી, ભક્ષણ – દૂધપાક, આભૂષણ – મોતી, પાત્ર – રૂપું, કંચુકી – પર્ણ, સ્થિતિ – બેઠેલી, આયુધ – ગદા. મકર સંક્રાંતિનું આગમન પૂર્વ દિશામાંથી માનવામાં આવે છે, મુખ દક્ષિણ દિશા તરફ, દ્રષ્ટિ વાયવ્ય તરફ અને ગમન પશ્ચિમ દિશા તરફ જણાવાયું છે. મકર સંક્રાંતિનું દાન મહત્ત્વમકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલ દાન અક્ષય ફળ આપે છે એવી માન્યતા છે. આ દિવસે તલ, ઘઉં, મમરા, ગોળ, શેરડી, પીળાં વસ્ત્ર, જીંજરા, ઘી, દૂધ, રૂપાનું પાત્ર, ખીચડી અને દૂધનું દાન વિશેષ પુણ્યદાયક ગણાય છે. ગાય, બ્રાહ્મણ, સાધુ-સંતો, ગરીબ લોકો, જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે સાથે પશુ-પક્ષીઓને પણ દાન કરવાથી મહાન પુણ્ય મળે છે. રાશિ પ્રમાણે દાનરાશિ અનુસાર દાન કરવાથી વિશેષ શુભફળ મળે છે.મેષ, સિંહ, ધન રાશિના જાતકોએ કાળા તલ, કાળા તલના લાડુ, સ્ટીલનું વાસણ, લોખંડ અને કાળું કપડું દાન કરવું શુભ ગણાય છે.વૃષભ, કન્યા, કુંભ રાશિના લોકો માટે ઘઉં, ગોળ, લાલ તલ, લાલ કપડું, તલ અને તાંબાનું દાન ઉત્તમ માનવામાં આવે છે.કર્ક, તુલા, મીન રાશિના જાતકોએ ઘી, ખાંડ, તલ, સફેદ વસ્ત્ર, ચાંદી, રૂપું અને ચોખાનું દાન કરવું જોઈએ.મિથુન, વૃશ્ચિક, મકર રાશિના લોકો માટે ચણાની દાળ, તુવેર દાળ, પીળું કપડું, પિતળ, સોનુ, તલ અને ગોળનું દાન લાભદાયક ગણાય છે. મકર સંક્રાંતિનો પુણ્યકાળઆ વર્ષે મકર સંક્રાંતિનો પુણ્યકાળ તા. 14-01-2026ના બપોરે 3:00 વાગ્યાથી સાંજે 6:27 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન સ્નાન, દાન, જપ-તપ અને પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.મકર સંક્રાંતિ માત્ર પતંગોત્સવ પૂરતી સીમિત ન રહી, પરંતુ દાન, સેવા અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન આપતો પવિત્ર તહેવાર છે. Previous Post Next Post