ઓખામાં કોસ્ટ ગાર્ડ જેટીના કામ દરમિયાન ફરી અકસ્માત: ત્રણ મજૂર દરીયામાં ખાબક્યા, રેસ્ક્યુ કરીને બચાવાયા

ઓખામાં કોસ્ટ ગાર્ડ જેટીના કામ દરમિયાન ફરી અકસ્માત: ત્રણ મજૂર દરીયામાં ખાબક્યા, રેસ્ક્યુ કરીને બચાવાયા

દ્વારકા જિલ્લાના ઓખા બંદર વિસ્તારમાં ફરી એકવાર દુર્ઘટનાની ઘટના બની છે. અહીં કોસ્ટ ગાર્ડ જેટીના નિર્માણાધીન ભાગ ધસી પડતા ત્રણ મજૂરો દરીયામાં ખાબકયા હતા. ઘટના બનતાંજ સ્થળ પર ભારે અફડાતફડી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ઓખા ખાતે કોસ્ટ ગાર્ડની જેટીનું કામ બીએમએસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુરુવારની સવારે જેટીનો એક ભાગ અચાનક ધસી પડતા ત્રણ મજૂર પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ નેવી અને મરીન પોલીસની ટીમો યુધ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

થોડી જ વારમાં ત્રણે મજૂરોને બચાવીને મીઠાપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સદભાગ્યે, સમયસર સહાય મળતા મોટી જાનહાનિ ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બર 2024ના રોજ પણ આ જ જેટીના નિર્માણ દરમ્યાન ક્રેઈન તૂટી પડવાની ઘટનામાં બે મજૂરોના મોત થયા હતા. સતત દુર્ઘટનાઓ સર્જાતાં જેટીનું કામકાજ અને તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે કામ દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન પૂરતું ન થવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાલમાં ઘટના અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

You may also like

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ