સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષામાં ચોરી કરતા 12 વિદ્યાર્થીઓ પકડાયા : પ્રતિ વિદ્યાર્થી રૂ. 2500નો દંડ Nov 13, 2025 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાજેતરની પરીક્ષાઓ દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા 12 વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી રૂ. 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓમાં મોટાભાગના મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.વિશ્વવિદ્યાલયની એમપીએસસી કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં આ 12 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિટીએ વિદ્યાર્થીઓની સામે રજૂ થયેલા પુરાવાઓના આધારે દંડ ફટકારવાનો નિર્ણય સર્વસંમતિથી મંજૂર કર્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં નવો સ્ટેચ્યુટ અમલમાં મુક્યો છે, જેના અંતર્ગત પરીક્ષામાં ચોરીના કિસ્સાઓ પર કડક નિયંત્રણ માટે વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા છે. નવી જોગવાઈ મુજબ —જો કોઈ વિદ્યાર્થી કાપલી સાથે ચોરી કરતા ઝડપાય, તો રૂ. 2500નો દંડજો કોઈ બીજા વિદ્યાર્થીની ઉતરવહીમાંથી નકલ કરે, તો રૂ. 5000નો દંડજ્યારે માસ કોપી કેસ (સામૂહિક ચોરી) સાબિત થાય, તો રૂ. 10,000નો દંડયુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું છે કે આ નવી જોગવાઈઓનો હેતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને ઈમાનદારી જાળવવાનો છે તેમજ પરીક્ષાની વિશ્વસનીયતા અખંડિત રહે તે સુનિશ્ચિત કરવો છે.વિદ્યાર્થીઓને ચેતવણી આપતાં યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી ગેરરીતિ કરતા કોઈપણ વિદ્યાર્થી સામે કાયદેસર અને કડક પગલાં લેવામાં આવશે. Previous Post Next Post