RK Groupના વડા સર્વાનંદ સોનવાણીની જિંદગીમાં ડોકિયું

RK Groupના વડા સર્વાનંદ સોનવાણીની જિંદગીમાં ડોકિયું

જિંદગીના દરેક દિવસને હું એક સ્વતંત્ર જિંદગીની જેટલા જ વજનનો માનું છું. એકલી ગુણવત્તા અને નિર્માણની શ્રેષ્ઠતા પૂરતી નથી, માનવીય સંબધોની સુગંધ જ કોઈ પણ પ્રોજેક્ટનું પ્રાણતત્વ હોવું જોઈએ. ત્રણ પેઢીની મહેનત, ચોથી પેઢીની નીતિમત્તા અને અડગ વિશ્વાસની યાત્રા. વાતની શરૂઆત કરતી વખતે આર.કે.ગ્રુપ ના વડા અને જાણીતા ડેવલોપર સર્વાનંદ સોનવાણી એ કહ્યું અમો થર્ડ જનરેશન 75 વર્ષથી બિઝનેસમાં છીએ. અમારી ફોર્થ જનરેશન પણ ચોક્કસ નીતિમત્તાથી બિઝનેસને આગળ વધારી રહી છે. હું માત્ર 17 વર્ષનો હતો ત્યારથી અભ્યાસની સાથે સાથે મારા પિતાશ્રીને તેમના બિઝનેસમાં સહકાર આપતો હતો. 


વિશાળ સયુક્ત કુટુંબમાં અમોને હંમેશા પરિવારનો સાથ મળ્યો છે. કવાલેટી વર્ક અને બિઝનેસની આગવી સુંઝથી અવિરત આગળ વધાતા રહેવાની જાણે કે અમને કાયમી ટેવ પડી ગઈ છે. વારસામાં મળેલા આ સંસ્કારોને કારણે દરેકમાં વિશ્વાસની ખુશ્બુથી બહોળા ગ્રાહક વર્ગના દિલમાં સ્થાન લઈ શક્યા છીએ. સમગ્ર સૌરાષ્ટ્રમાં જેમને ચોક્કસ પ્રકારના અને વિશાળ ફલક પરના બાંધકામ પ્રોજેક્ટને નવી પેઢીના બિલ્ડરો અનુ-કરણીય અને આદરપાત્ર માને છે તે આર.કે.ગ્રુપ ઔદ્યોગિક પ્લોટીંગ, કોર્પોરેટ હાઉસ અને નિવાસી બાંધકામોથી વિખ્યાત છે. આ ગ્રુપના વડા સર્વાનંદ સોન-વાણીની ઔદ્યોગિક જિંદગીમાં એક ડોકિયુ કરવાનો અત્રે ઉપક્રમ છે. તેઓ ના તો ગાંધીવાદી છે કે ન તો ખાદી પહેરે છે. પરંતુ તેમના નિકટના પરિચયમાં જે કોઈ આવે છે તેઓ એમને સાદગીપૂર્ણ અને સૌજન્યશીલ પ્રતિભા તરીકે ઓળખે છે. એના સિવાય પણ તેઓ વ્યવહાર દક્ષતામાં સ્વયંસ્પષ્ટ તથા સત્યપ્રિય છે. તેઓ બધું સહન કરી શકે છે, પરંતુ અસત્ય સહન કરી શકતા નથી. તેમ છતાંય ગુસ્સે થવાની ક્ષણ તેઓ સદાય જતી કરે છે.

 બાંધકામ ક્ષેત્રમાં હિસાબ-કિતાબ અને લેણ-દેણની દુનિયા મોટી હોય છે, તો પણ ક્યારેય તેઓ વિવેક ચૂકતા જ નથી. વિશ્વાસ અને નિષ્ઠાથી 75 વર્ષથી બાંધકામમાં અવિરત યાત્રા. એક સાથે સમાંતર વિવિધ પ્રોજેક્ટ ચાલતા હોય ત્યારે પરિવાર માટે પૂરતો સમય આપવાના તેઓ હિમાયતી છે. આર.કે.પ્રાઇમમાં તેઓનું વડુ મથક, હેડ ઓફિસ છે, ત્યાંથી માત્ર એક જ મિનિટના અંતરે તેઓનું ઘર છે. છતાં તેઓ દરરોજ બપોરે ઓફિસમાં જ ટિફિન જમે છે. તેઓના આ ટિફિન સંસ્કાર તેમના પરિવારની નવી પેઢીમાં પણ જોવા મળે છે. એને કારણે જે રાજકોટમાં સરકારી ઓફિસો પણ બપોરે ખાલી ખમ થઈ જાય છે ત્યાં આર.કે. ગ્રુપના અંદાજે 95% ટકા કર્મચારી અધિ-કારીઓ ઓફિસે જ ટિફિન જમે છે. સહિયારા ભોજનનો આનંદ અને એ કલ્ચર કંપનીમાં સુંદર વાતાવરણનું નિર્માણ કરે છે. સર્વાનંદ સોનવાણી કહે છે કે અમે આડેધડ ઇમારતો ખડકી દેવામાં માનતા નથી. રાજકોટની જરૂરિયાત શું છે. તેના પર ખૂબ ઊંડાણથી અભ્યાસ-ચર્ચા કરીને પછી જ નિર્ણય લઈએ છે. તેમણે પોતાની વ્યક્તિગત જિંદગી વિશે કહ્યું કે સંખ્યાબંધ કામકાજ વચ્ચે પણ હું મિત્રોને મળવા માટે અને પ્રભુના સ્મરણ માટે સમય આપી શકું છું. આ બંને પ્રવૃત્તિ મારા આત્માને ઉજાસ આપે છે. હું વ્યવસ્થામાં માનું છું પણ એનાથી વધુ હું વિશ્વાસમાં માનું છું. વિશ્વાસમાં કડવા-મીઠા અનુભવો હોય છે છતાં પણ હું સતત વિશ્વાસ મૂકતો રહ્યો છું. સમયની મહત્વ-કાંક્ષા અને બિઝનેસમાં આગળ વધવાનું જતન. 


સમય વિશે વાત કરતા તેમણે કહ્યું કે દરેક બિઝનેસ કોઈ ને કોઈ રીતે ટાઈમ સાથે કનેક્ટેડ છે. તમે જેટલા વધુ એડવાન્સ રહેશો એટલા વધુ સારા બિઝનેસમેન સાબિત થશો. તેઓ કહે છે કે તમારે આવતીકાલની વાત આજે કરવાની છે. આર.કે.ગ્રુપ સદાય લેટેસ્ટ ટેકનોલોજી અને અતિશય ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે. એ જ કારણ છે કે અમને સદાય બજારનો જબરજસ્ત રિસ્પોન્સ મળે છે. પોતાની આત્મ-કથાનો થોડાક પ્રારંભિક પાના ઉઘાડતા હોય એ રીતે સર્વાનંદભાઈ કહે છે કે જિંદગીના દરેક દિવસને હું એક સ્વતંત્ર જિંદગી જેટલાં જ વજનનો માનું છું. આ દરેક દિવસ સુંદર કઈ રીતે બને એ રીતે કામ કરું છું. સંખ્યાબંધ લોકો જ્યારે છેલ્લું પેમેન્ટ કર્યા પછી તેમની ઓફિસ, શોરૂમ, ફ્લેટ, બંગલો, કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની ચાવી લેવા આવે છે ત્યારે તેમના ચહેરા પરનું સ્મિત અમારે માટે સૌથી મોટી સંપદા છે. અમારી જન્મભૂમિ માણાવાદર છે. મે એ જમાનો બાળપણ માં જોયો છે જ્યારે માણાવાદર નાણાંવદર હતું. અમારા વડીલો એ સમય એ મગફડી અને ઓઇલ મિલ ના બિસનેસ માં હતા. 


ઘણી વખત આર.કે.ગ્રુપ. માટે એમ પૂછવામાં આવે છે કે આર.કે. એટલે શું? આર.કે. રામ કૃષ્ણ. સમાજસેવા સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. એક વખત સંપન્ન થઈ ગયેલા પ્રોજેક્ટ પર પછીના વર્ષોમાં પણ નિરંતર નજર રાખવી અને ઓનર્સ એસોસિએશનના પદા-ધિકારીઓને મેન્ટેનન્સ મેનેજમેન્ટની પૂરતી શિક્ષા-દીક્ષા આપવી એ આર.કે.ગ્રુપની સામાજિક પ્રવૃત્તિ છે. એસો-સિએશનનું સંચાલન હેન્ડઓવર થઈ ગયા પછી પણ ત્યાં વસતા લોકોના પ્રશ્નોમાં રસ લેવો એ સર્વાનંદભાઈનો સ્વભાવ છે. કોઈપણ પ્રોજે-ક્ટમાં તમામ ગ્રાહકોના દસ્તાવેજો થઈ જાય પછી મેન્ટેનન્સ વગેરેનું સંચાલન તેઓએ સોંપીને જલ્દી સાઇટથી નાસી છૂટવું એ કામ અમારું નથી, અમે તો ક્લાયન્ટ સાથેના કાયમી એટેચ-મેન્ટના માનીયે છીએ. એકલી ગુણવત્તા, અને નિર્માણની શ્રેષ્ઠતા પૂરતી નથી એમ માનતા સર્વાનંદભાઈ કહે છે કે માનવીય સંબંધોની સુગંધ જ કોઈપણ પ્રોજેક્ટનું પ્રાણતત્વ હોવું જોઈએ.