2026માં રજાઓની ભરમાર! વર્ષભરમાં 15 લાંબા વીકેન્ડ, ફરવા-આરામ માટે બનશે સુવર્ણ તક Dec 30, 2025 વર્ષ 2025 હવે અંતિમ તબક્કામાં છે અને લોકો નવા વર્ષ 2026ની તૈયારીમાં લાગી ગયા છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે રજાઓનું આયોજન ખૂબ મહત્વનું હોય છે. જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો 2026 તમારા માટે ખુશખબર લઈને આવ્યું છે. આગામી વર્ષમાં કુલ 15 લાંબા વીકેન્ડ આવી રહ્યા છે, જે પ્રવાસ અને આરામ બંને માટે ઉત્તમ તક પુરું પાડશે. જાન્યુઆરીથી જ થશે સારો આરંભવર્ષની શરૂઆત જાન્યુઆરી મહિનાથી જ રજાઓના સારા સંયોગ સાથે થશે. 1 જાન્યુઆરીએ ન્યૂ યરની રજા રહેશે. ત્યારબાદ 3 અને 4 જાન્યુઆરી શનિવાર-રવિવાર છે. જો 2 જાન્યુઆરી (શુક્રવાર)ની એક રજા લો તો તમને સતત ચાર દિવસનો લાંબો વીકેન્ડ મળી શકે છે.આ સિવાય 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) સોમવારે આવે છે. એટલે કે 24-25 જાન્યુઆરી શનિ-રવિ અને 26 સોમવાર — કુલ ત્રણ દિવસની સળંગ રજા મળશે. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના સંયોગફેબ્રુઆરી મહિનામાં લાંબી રજાઓનો ખાસ સંયોગ નથી, પરંતુ માર્ચ અને એપ્રિલમાં સ્થિતિ સારી રહેશે. માર્ચમાં 20 તારીખે ઈદની રજા છે, ત્યારબાદ 21 અને 22 શનિ-રવિ હોવાથી ત્રણ દિવસની સળંગ રજા મળે છે.એપ્રિલ મહિનામાં 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે છે, ત્યારબાદ 4 અને 5 એપ્રિલ શનિવાર-રવિવાર હોવાથી ફરી એક લાંબો વીકેન્ડ બનશે. મે મહિનામાં બે લાંબા વીકેન્ડમે મહિનો રજાઓ માટે ખાસ રહેશે. 1 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા છે, ત્યારબાદ 2 અને 3 મે શનિ-રવિ હોવાથી સતત ત્રણ દિવસની રજા મળશે.આ સિવાય 23 અને 24 મે શનિ-રવિ છે અને 26 મે ઈદ છે. જો 25 મે (સોમવાર)ની એક રજા લઈ લો તો તમને ચાર દિવસનો લાંબો વીકેન્ડ મળશે, જે ફરવા માટે ઉત્તમ તક બની શકે છે. જૂનથી સપ્ટેમ્બર: તહેવારોની ભરમારજૂન મહિનામાં 26 જૂન મોહરમ છે, જે શુક્રવારે આવે છે. એટલે 26, 27 અને 28 જૂન — ત્રણ દિવસની સળંગ રજા મળશે.ઓગસ્ટમાં 22-23 શનિ-રવિ છે, ત્યારબાદ 25 ઓગસ્ટ ઈદની રજા છે. એ જ મહિનામાં 28 ઓગસ્ટ રક્ષાબંધન (શુક્રવાર) અને 29-30 શનિ-રવિ હોવાથી ફરી એક લાંબો વીકેન્ડ બનશે.સપ્ટેમ્બર મહિનામાં 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી શુક્રવારે છે. એટલે શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસની રજા મળશે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી હોવાથી મધ્ય મહિને પણ રજાનો લાભ મળશે. ઓક્ટોબરમાં દશેરાનો ફાયદોઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબર ગાંધી જયંતી શુક્રવારે આવે છે. ત્યારબાદ 3-4 શનિ-રવિ હોવાથી ત્રણ દિવસની રજા મળશે.આ સિવાય 20 ઓક્ટોબર દશેરા (મંગળવાર) છે. જો 19 ઓક્ટોબર (સોમવાર)ની રજા લઈ લો તો 17થી 20 ઓક્ટોબર સુધી ચાર દિવસની સળંગ રજા મળી શકે છે. વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસની મજાનવેમ્બર મહિનામાં દિવાળી 8 નવેમ્બર (રવિવાર) છે. ધનતેરસ અને કાળીચૌદશ શુક્ર-શનિએ આવશે, જ્યારે ભાઈબીજ મંગળવારે હોવાથી આ સમયગાળા દરમિયાન લગભગ પાંચ દિવસની રજાઓ મળી શકે છે.વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં 25 ડિસેમ્બર ક્રિસમસ શુક્રવારે આવે છે, એટલે શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસની સળંગ રજા સાથે 2026નું સમાપન થશે. કુલ મળીને2026માં સરકારી અને સામાન્ય રજાઓને યોગ્ય રીતે પ્લાન કરો તો વર્ષભરમાં 15થી વધુ લાંબા વીકેન્ડ મળી શકે છે. વહેલા આયોજન કરશો તો ઓછા દિવસની રજા લઈને વધુ મજા માણી શકશો. પ્રવાસપ્રેમીઓ માટે 2026 ખરેખર સુવર્ણ વર્ષ સાબિત થઈ શકે છે. Previous Post Next Post