'રોહિત-કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કરાયા': પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાનો ચોંકાવનારો દાવો Dec 30, 2025 ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા અને વિશ્વવિખ્યાત દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ મે 2025માં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ નિર્ણયે કરોડો ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ચોંકાવનારો દાવો કરતાં ક્રિકેટ જગતમાં નવી ચર્ચાનો તોફાન મચાવ્યો છે.રોબિન ઉથપ્પાના કહેવા મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ સંપૂર્ણપણે સ્વાભાવિક લાગી નથી અને શક્ય છે કે બંનેને આ નિર્ણય લેવા માટે “મજબૂર” કરવામાં આવ્યા હોય. ઉથપ્પાએ પોતાના યુટ્યુબ ચેનલ પર આ વિષય પર ખુલ્લેઆમ વાત કરી છે. ‘આ વિદાય સ્વાભાવિક નથી’ – ઉથપ્પારોબિન ઉથપ્પાએ કહ્યું,“હું ચોક્કસ કહી શકતો નથી કે આ નિર્ણય જબરદસ્તીથી લેવડાવવામાં આવ્યો હતો, પરંતુ મને વ્યક્તિગત રીતે આ નિવૃત્તિ સ્વાભાવિક લાગતી નથી. સત્ય શું છે તે તો યોગ્ય સમયે વિરાટ અને રોહિત જ બહાર લાવશે, પરંતુ મારી સમજ પ્રમાણે આ તેમની સંપૂર્ણ સ્વેચ્છાનો નિર્ણય લાગતો નથી.”ઉથપ્પાના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં પસંદગીકારો, ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈની ભૂમિકાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ બદલાયું દૃશ્યઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નહોતું. બંને દિગ્ગજો લાંબા સમય સુધી રન માટે સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. આ પછી ઘણા નિષ્ણાતોએ તેમની ટેસ્ટ ફોર્મ પર સવાલ ઉઠાવ્યા હતા.પ્રદર્શન બાદ બંને ખેલાડીઓએ પોતાનો રિધમ પાછો મેળવવા માટે રણજી ટ્રોફીમાં પણ વાપસી કરી હતી. આ પગલાને ફેન્સે સકારાત્મક રીતે જોયું હતું અને આશા વ્યક્ત કરી હતી કે બંને ટેસ્ટ ક્રિકેટમાં ફરી મજબૂત વાપસી કરશે. રોહિતની જોરદાર વાપસીની આશા હતીરોબિન ઉથપ્પાએ ખાસ કરીને રોહિત શર્મા વિશે કહ્યું કે,“ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ્યારે રોહિત રન બનાવી શકતો નહોતો, ત્યારે મને લાગ્યું હતું કે તે થોડો બ્રેક લઈને પોતાની ફિટનેસ અને ટેક્નિક પર કામ કરશે. મને પૂરો વિશ્વાસ હતો કે રોહિત ટેસ્ટ ક્રિકેટમાં ફરી એક વખત શાનદાર વાપસી કરશે, પરંતુ તે પહેલાં જ નિવૃત્તિની જાહેરાત આવી ગઈ.”ઉથપ્પાના મતે, રોહિત પાસે હજુ ટેસ્ટ ક્રિકેટ આપવા માટે ઘણું બધું બાકી હતું. કેપ્ટનશિપમાં ફેરફાર અને નવી ટીમરોહિત-કોહલીની નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો બદલાવ આવ્યો. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણયને ‘જનરેશન શિફ્ટ’ તરીકે જોવામાં આવ્યો, પરંતુ સમય અને પરિસ્થિતિને જોતા અનેક ફેન્સ અને પૂર્વ ખેલાડીઓ આ નિર્ણયથી સહમત દેખાયા નથી. હવે માત્ર વનડે સુધી સીમિતહાલની સ્થિતિએ વિરાટ કોહલી અને રોહિત શર્મા માત્ર વનડે ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 2024ના ટી20 વર્લ્ડ કપ બાદ બંને ખેલાડીઓએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલોઉથપ્પાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો બીસીસીઆઈ, પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા ફેન્સ માને છે કે દિગ્ગજ ખેલાડીઓને યોગ્ય વિદાય આપ્યા વિના જ ટેસ્ટ ક્રિકેટમાંથી બહાર કરી દેવાયા.હાલમાં બીસીસીઆઈ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ રોબિન ઉથપ્પાનો આ દાવો આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટમાં મોટી ચર્ચાનો વિષય બનશે એ નક્કી છે. Previous Post Next Post