કેબીસીના સેટ પર ધર્મેન્દ્રને યાદ કરી અમિતાભ બચ્ચન ભાવુક બન્યા, તેરે જૈસા યાર કહા ગુંજ્યું આંખોમાં આંસુ

કેબીસીના સેટ પર ધર્મેન્દ્રને યાદ કરી અમિતાભ બચ્ચન ભાવુક બન્યા, તેરે જૈસા યાર કહા ગુંજ્યું આંખોમાં આંસુ

અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્ર અભિનિત ફિલ્મ **“21”**ની રિલીઝને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ 1 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન માટે ટીમ તાજેતરમાં લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ 17ના સેટ પર પહોંચી હતી. આ દરમિયાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પોતાના જુના મિત્ર અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને યાદ કરીને ખૂબ જ ભાવુક બની ગયા હતા.

સોની ટીવી દ્વારા શોના પ્રોમોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર વિશે વાત કરતાં ભાવુક નજરે પડે છે. બિગ બીએ કહ્યું કે ફિલ્મ “21” હિન્દી સિનેમાની એક મહાન વ્યક્તિ દ્વારા તેમના લાખો ચાહકો માટે છોડી ગયેલી છેલ્લી કિંમતી યાદગીરી છે. તેમણે ઉમેર્યું કે એક સાચો કલાકાર જીવનના અંત સુધી પોતાની કલાને જીવંત રાખવા માંગે છે, અને ધર્મેન્દ્રે પણ આખી જિંદગી એ જ કર્યું.
 
અમિતાભ બચ્ચને કહ્યું,
“મારા મિત્ર, મારા પરિવારના સભ્ય અને મારા આદર્શ ધર્મેન્દ્ર દેઓલ માત્ર એક વ્યક્તિ નહોતા, તેઓ એક લાગણી હતા. લાગણીઓ ક્યારેય જતી નથી, તે તો યાદો અને આશીર્વાદના રૂપમાં હંમેશા આપણાં સાથે રહે છે.” આ શબ્દો કહેતા બિગ બીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ થોડા સમય માટે મૌન થઈ ગયા.

આ પ્રસંગે અભિનેતા જયદીપ અહલાવતે પણ ધર્મેન્દ્ર વિશે પોતાના અનુભવો શેર કર્યા. તેમણે જણાવ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે ફિલ્મ “21”માં તેમના મોટાભાગના દૃશ્યો ધર્મેન્દ્ર સાથે છે. જયદીપે કહ્યું,
“સેટ પર ક્યારેય એવું લાગ્યું નહીં કે અમે એટલા મોટા સ્ટાર સાથે કામ કરી રહ્યા છીએ. તેઓ સૌને પરિવારના સભ્યની જેમ મળતા હતા.”

આ પછી અમિતાભ બચ્ચને પોતાની યાદોને તાજી કરતાં ફિલ્મ **“શોલે”**ના શૂટિંગનો એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો. બિગ બીએ જણાવ્યું કે શોલેના એક દૃશ્ય દરમિયાન ધર્મેન્દ્રએ તેમને એટલી મજબૂતીથી પકડી લીધા હતા કે દુખાવાની પ્રતિક્રિયા સંપૂર્ણ રીતે વાસ્તવિક લાગી હતી, અને એ દૃશ્યને જોઈ સેટ પર સૌ કોઈ હસી પડ્યું હતું.

કેબીસીના આ એપિસોડમાં જોવા મળેલી લાગણીઓએ દર્શકોના દિલને સ્પર્શી લીધું છે. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની દોસ્તી, એકબીજા પ્રત્યેનો માન અને લાગણી આજે પણ ચાહકો માટે પ્રેરણાસ્રોત બની રહી છે.
 
You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ