ઇ.સ. 2026નું વાર્ષિક રાશિ ભવિષ્ય: પુરુષોત્તમ માસનો લાભ, હોળીના દિવસે ચંદ્રગ્રહણ સહિત મહત્વની જ્યોતિષીય ઘટનાઓ Jan 01, 2026 ખ્રિસ્તી વર્ષ 2026નો આરંભ ગુરુવાર, તા. 1 જાન્યુઆરી 2026ના રોજ પોષ સુદ તેરસથી થશે. આ વર્ષ ખાસ કરીને ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ દરમ્યાન પુરુષોત્તમ માસનો લાભ પ્રાપ્ત થશે તેમજ હોળીના દિવસે ચંદ્રગ્રહણ દેખાવાની સંભાવના છે.જ્યોતિષીય ગોચર મુજબ ગુરુ ગ્રહ વર્ષ દરમિયાન મિથુન, કર્ક અને અંતે સિંહ રાશીમાં ગોચર કરશે. રાહુ કુંભ રાશીમાં અને કેતુ કર્ક રાશીમાં રહેશે. ડિસેમ્બર ૨૦૨૬માં રાહુ મકર રાશીમાં પ્રવેશ કરશે, જ્યારે શનિ ગ્રહ મીન રાશીમાં ગોચર કરશે. આ ગ્રહસ્થિતિઓ બારેય રાશિઓ પર વિશેષ અસર કરશે. મેષ રાશિમેષ રાશીના જાતકો માટે વર્ષ મિશ્ર પરિણામ આપનારું રહેશે. શનિની પનોતી ચાલુ રહેશે, પરંતુ ગુરુનો સહયોગ લાભકારક બનશે. વ્યવસાયમાં વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂર છે. નોકરીયાત વર્ગને કામનો બોજ રહેશે. વિદ્યાર્થીઓ માટે વર્ષ મધ્યમ છે. હનુમાનજીની ઉપાસના શુભ રહેશે. વૃષભ રાશિવૃષભ રાશીના જાતકો માટે વર્ષ પ્રગતિશીલ રહેશે. કોઈ મોટી પનોતી નથી. મહેનત મુજબ ફળ મળશે. વેપાર અને નોકરીમાં લાભના યોગ છે. બહેનો તથા વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ અનુકૂળ છે. કુળદેવીની ઉપાસના લાભદાયી રહેશે. મિથુન રાશિવર્ષની શરૂઆતમાં ગુરુના ગોચરથી ગજકેસરી યોગ બનશે, જે લાભદાયી રહેશે. બુદ્ધિ અને આયોજનથી વ્યાપારમાં સફળતા મળશે. નવા પ્રોજેક્ટ માટે વર્ષ ઉત્તમ છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. શ્રીકૃષ્ણની ઉપાસના કરવી શુભ. કર્ક રાશિરાહુ આઠમા સ્થાનેથી પસાર થવાને કારણે સાવચેતી જરૂરી રહેશે. વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવું. માર્ચ બાદ સ્થિતિ સુધરશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતાથી અભ્યાસ કરવો. મહાદેવની ઉપાસના લાભદાયી રહેશે. સિંહ રાશિશનિની પનોતીને કારણે મહેનત વધારે કરવી પડશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી. નોકરીમાં મધ્યમ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને વધુ પ્રયત્ન બાદ સફળતા મળશે. સૂર્ય અને શનિ ઉપાસના કરવી શુભ. કન્યા રાશિવર્ષ પ્રગતિશીલ રહેશે. રાહુ, ગુરુ અને શનિ શુભ સ્થિતિમાં રહેશે. નોકરીમાં પ્રમોશન અને નવી તક મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના યોગ છે. ગણપતિજીની ઉપાસના શુભ રહેશે. તુલા રાશિશનિની પનોતી નથી અને રાહુ વર્ષના અંત સુધી શુભ રહેશે. વેપાર માટે ઉત્તમ વર્ષ છે. વિદેશી વ્યવસાયથી લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓએ ખોટી સંગતથી દૂર રહેવું જરૂરી છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના લાભ આપશે. વૃશ્ચિક રાશિરાહુ ચોથા સ્થાનેથી પસાર થવાને કારણે જમીન-મકાનના નિર્ણયોમાં સાવચેતી રાખવી. વ્યવસાયમાં મધ્યમ સ્થિતિ રહેશે. બહેનો માટે ધાર્મિક જીવન લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે વર્ષ મધ્યમ છે. ધન રાશિવર્ષ મિશ્ર પરિણામ આપશે. શનિની અસરથી મહેનત વધુ કરવી પડશે. ખર્ચ નિયંત્રણ જરૂરી છે. નોકરીયાત વર્ગ માટે વર્ષ મધ્યમ રહેશે. ગુરુ મંત્ર જાપ લાભદાયી રહેશે. મકર રાશિવર્ષ મધ્યમ રહેશે. વ્યવસાયમાં નૈતિકતા રાખવી જરૂરી છે. ખોટા વચનોથી દૂર રહેવું. નોકરીમાં થોડી પ્રગતિ થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. મહાદેવની ઉપાસના શુભ. કુંભ રાશિશનિની મોટી પનોતીનો અંતિમ તબક્કો ચાલે છે. માનસિક ચિંતા રહી શકે છે. દાંપત્ય જીવનમાં સમજૂતી જરૂરી છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. હનુમાનજીની ઉપાસના લાભદાયી રહેશે. મીન રાશિશનિની પનોતીનો બીજો તબક્કો શરૂ રહેશે. આરોગ્ય અને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ખોટી સંગતથી દૂર રહેવું. નોકરીમાં સ્થિરતા રહેશે. શનિવારના એકટાણા અને હનુમાન ઉપાસના શુભ રહેશે. ભારત દેશ માટે 2026નું વર્ષગોચર મુજબ 2026 દરમિયાન રાજકીય અસ્થિરતા, વાદવિવાદ અને ગુનાખોરીમાં વધારો થવાની સંભાવના છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ખાસ સાવચેતી જરૂરી રહેશે. સોનાં-ચાંદીના ભાવમાં માર્ચ સુધી ઉતાર-ચઢાવ રહેશે, ત્યારબાદ સ્થિરતા આવી શકે છે.✦ નોધ: રાશિફળ સામાન્ય ગ્રહગોચર આધારિત છે. વ્યક્તિગત જન્મકુંડળી મુજબ પરિણામોમાં ફેરફાર શક્ય છે. Previous Post Next Post