મળવાનું મન થાય એવા સાહસિક ઉધોગપતિ: હરીશ લાખાણી Jan 01, 2026 લિવિંગ લિજેન્ડ શબ્દ વાપરી શકાય તેવા હરીશ લાખાણીને કોણ ઓળખતું નહીં હોય! એગ્રોકોમોડિટી, બાંધકામ ઉધોગ સહિતના બિઝ- નેસમાં સ્વબળે આગળ આવનારા અને શૂન્યમાંથી સર્જન કરનાર હરીશ લાખાણીનું જીવન અનેક ચડાવ ઉતારથી ભરેલું છે. જેના ઉપરથી સરસ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની શકે છે. હાલની અને આગામી પેઢીને વર્ષો સુધી પ્રેરણા આપી શકે તેમ છે. આપણે આ લેખમાં ડી.એમ.એલ. એક્ઝિમ ગ્રુપના ફાઉન્ડર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હરીશ લાખાણીની જીવન કથાની એક ઝલક જોઈએ.અનેક ઉતાર-ચડાવ ભરેલી હરીશ લાખાણી જિંદગી આજના યુવાનો માટે પ્રેરણા રૂપ છે.હરીશ લાખાણીનો જન્મ તારીખ 13 મે 1959 ના રોજ વાસજાલીયા ગામમાં થયો હતો. 1967 માં પિતાનું અવસાન થયા પછી બીજા જ વર્ષે તેમણે તેમના માતૃશ્રી સાથે ગામમાં દુકાન શરૂ કરી અને ત્રણ વર્ષ ચલાવી. 1974 માં તેમણે ગામમાં હોલસેલનો વેપાર શરૂ કર્યો અને મગફળી-કપાસનું કામ શરૂ કર્યું. પણ નાનકડા બિઝનેશથી સંતુષ્ટ ન થતા. તેમણે 1981માં રાજકોટમાં પ્રસ્થાન કર્યું. માર્કેટ યાર્ડમાં કક્ત એક લાખ રૂપિયામાં બિઝનેસ શરૂ કર્યો. 1982 થી 1985માં ઓછા વરસાદ ની હિસાબે કમિશન અને દલાલી શરૂ કરી. હરીશ લાખાણીએ 1989 પછી એકલા હાથે ટોપમોસ્ટ બ્રોકરની ભારતમાં ખ્યાતિ મેળવી લીધી. તેમણે એક સમયે ભારતમાં 14 રાજ્યોમાં ધંધાનો વ્યાપ વિસ્તારો હતો. જેમાં પંજાબ થી માંડીને આંધ્ર પ્રદેશનો સમાવેશ થતો હતો. 1993માં તેઓએ શેર માર્કેટના કમિશન માટે ઓફિસ શરૂ કરી. 1996 માં તેમણે કચ્છ ગુજરાત સિક્યુરિટી લિમિટેડ નામે કંપની શરૂ કરી અને પબ્લિક ઇશ્યૂ લોન્ચ કર્યો. પરંતુ શેર માર્કેટ ક્રેશ થતાં તેમણે કહ્યું હતું કે, “હું હીરોમાંથી ઝીરો થઇ ગયો." પરંતુ બિઝનેસ અને સાહસ તેમના લોહીમાં જ હતું. તેથી વગર મૂડીએ 1997 માં જુનો બ્રોકરશીપ નો બિઝનેસ ચાલુ કર્યો અને એક્સપોર્ટરના સંપર્કો કરીને તલના સપ્લાયનું કામ કમિશનથી કરવાની શરૂઆત કરી. છ મહિનામાં રાષ્ટ્ર સ્તરે નંબર વન બ્રોકર બની ગયા.હરીશ લાખાણી હરતા ફરતા એન્સાઈક્લો-પિડિયા છે. 1999 માં ઇન્ટર-નેશનલ બ્રોકર તરીકે વિખ્યાત થયા. જર્મનીની મુલાકાત લીધી. તલ કપાસનો તેમનો અંદાજ એટલો સચોટ રહેતો કે, Indian Export Organisation (ગવર્મેન્ટ બોડી) અને અનેક મોટા કંપનીના માલિકો અને સી.ઈ.ઓ. તેમની સલાહ લેતા થઈ ગયા.2001માં તેમની પુત્રી ડોલી, પત્ની મીનાબેન અને અટક લાખાણી એમ આ ત્રણ નામના પ્રથમ અક્ષરો થી ડી.એમ.એલ. ના નામ સાથે એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો. અને 200 કરોડની સીસી ધરાવતા ઉધોગપતિ બની ગયા. 2010-2011માં ત્રણ લાખ 52 હજાર ગાસડીનો ક્વોટા 30 દિવસમાં એક્સપોર્ટ કરવા માટે તેમણે દિવસ-રાત એક કરી નાખ્યા હતા. અને 90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ તેમની જિંદગીનો યુટર્ન હતો. એક વર્ષના હાલમાં 17000 કન્ટેનરનું જંગી કામ હોય અથવા પીપાવાવ, મુન્દ્રા, કંડલા, ચેન્નઈ અને મુંબઈ એમ પાંચ ભારતીય પોર્ટ પરથી કન્ટેનરો વિદેશ પહોં-ચાડતા. હરીશ લાખાણીએ કંપનીની બિઝનેસ સિસ્ટમ એવી સચોટ ગોઠવી હતી કે તે અહીંયા હોય કે ફોરેનમાં હોય તેમનું કામ પદ્ધતિસર પૂરું થઈ જાય. ખોટું ન કરવું. રાતોરાત પૈસાદાર થવાના પ્રયાસો ન કરવા અને ભગવાનને હાજર રાખવા આ એમના જીવનમંત્રો છે.ગુજરાતમાં ટોપની ત્રણ કંપની એક્સપોર્ટ કરે છે. તેમાં એસ્સાર, અદાણી અને ડી.એમ.એલ. છે. હરીશ લાખાણીની ડી.એમ. એલ. પ્રાઇવેટ લિમિટેડ કંપની ગુજરાતની નંબર વન અને ભારતની નંબર બે ના સ્થાને પ્રસ્થાપિત છે. ત્યારબાદ તેમણે રિયલ એસ્ટેટમાં પ્રવેશ કર્યો. હરીશ લાખાણીની પ્રમા-ણિકતા અને નિષ્ઠાના આધારે કરોડો રૂપિયાની મિલકતોના વ્યવહાર તેમના થકી ચાલતા. આજે તેમના રેસિડેન્સીયલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમાં પોતાના અને અન્ય બિલ્ડરો સાથે ભાગીદારીનો સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત લગભગ 25 જેટલા એવોર્ડ મળ્યા છે.હરીશ લાખાણીની નીતિમત્તા માટે રતન ટાટા, નારાયણમૂર્તિ, અઝીઝ પ્રેમજી અને દિલીપ સંઘવીના ચાહક છે. તેમણે અવારનવાર કહ્યું છે કે, "તક પારખો અને તક ઝડપો." તેમણે જણાવ્યું છે કે, "આપણી પાસે ઇન્ટરનેશનલ એક્સ પોઝર છે. ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ છે. છતાં એગ્રો પ્રોડક્ટ બહુ વેસ્ટ જાય છે. યોગ્ય પ્લાનિંગ કરીને તૈયાર કરવામાં આવે તો હજારો લોકોને એકે સ્ટેબલ અને ઓપન બિઝનેસનો જબરદસ્ત ફાયદો થઈ શકે.” નાનકડી દુકાન માંથી 200 કરોડના ટર્ન ઓવરની સાહસિક જીવનગાથા. અલગ અલગ મહારથી પર્સનાલિટીનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો છે. જેમકે કોટક બેંકના સ્થાપક ઉદય કોટકે ફક્ત 30 લાખ રૂપિયામાં બેંક ઊભી કરી અને બે લાખકરોડનું નેટવર્ક બનાવ્યું. ડર રાખ્યા વગર નવું થીંકીંગ કરવું જરૂરી છે.રતન ટાટાની બદલાયેલી બિઝનેસ સ્ટ્રેટેજી વિશે તેમણે કહ્યું કે, "નવા બિઝનેસમેનો એ સ્ટ્રગલ કરવા કરતાં તેની સાથે દિમાગ દોડાવવાની જરૂર છે. paytm, ઓલા, ઉબેર જેવા સેંકડો દ્રષ્ટાંતો છે. જેમણે ફક્ત દિમાગનો ઉપયોગ કરીને દુનિયા બદલી છે." યુવાનોને સલાહ આપતા હરીશ લાખાણી કહે છે કે, "વડીલો એ આપેલા જૂના મોડલનો આધાર રાખીને બેસી ન રહો. કંઇક નવી સ્ટ્રેટેજી અને કંઈક નવું ઇનો- વેટિવ મોડલ ફ્લોટ કરો.મોટી મોટી કંપનીના માલિકો અને સી.ઈ.ઓ. પણ હરેશ લાખાણીને સાંભળતા અને ફોલો કરતા.હરીશ લાખાણીએ પોતાના બંને દીકરાઓ શ્રી ચિરાગ લાખાણી અને દર્શન લાખાણીને પણ અનુભવ, જ્ઞાન અને આવડતનો અમૂલ્ય વારસો આપ્યો છે. તેઓ બાંધકામ ઉદ્યોગ અને એક્સપોર્ટ ઉધોગમાં ખૂબ જ નામના કાઢી ચૂક્યા છે. હરીશ લાખાણીને એકવાર મળીએ તો વારંવાર મળવાની ઝંખના થાય. કારણ કે, તેઓ બિઝનેસ ગ્રોથ માટે હરતું ફરતું એન્સાઇક્લોપીડિયા છે. વિશ્વના ખુણે-ખુણે ચાલતા વેપારો ઉપર સૂક્ષ્મ નજર રાખીને તેમાંથી ભારતને લાભ આપવવાની દેશદાઝનો સમન્વય તેમના પ્રત્યેક વિધાનમાં રહેલો છે. હરીશ લાખાણીના પ્રેરણાદાયી વાક્યો છે કે,"સતત દોડતા રહો, ગતિશીલ રહો, ડરો નહીં. કંઈક નવું પ્રગતીશીલ કરતા રહો. નવયુવાનો તેઓ સમજાવે છે કે કદી ખોટું કરવાના પ્રયાસો ન કરતા. રાતોરાત પૈસાદાર બનવાના પ્રયાસો ન કરતા. અને ભગવાનને હાજર રાખ્યા વગર કોઈ કામ કરતા નહીં.ભારતના 14 રાજ્યો અને દેશ વિદેશમાં વ્યાપાર વિકસાવ્યો.હજીયે પણ હરીશ લાખાણી એ ગોલ સાથે કાર્યરત છે કે, તેમને પોતાની કંપનીને પાંચ હાજર કરોડ સુધી પહોંચાડવી છે. નાનકડા ગામની દુકાન માંથી તેમણે 2200 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. તે એક જબરજસ્ત દ્રષ્ટાંત છે. કૂડ પ્રોસેસિંગ, ઓઇલ મીલ, બ્રાન્ડેડ કોમોડિટી સહિતના અનેક વિકલ્પો તેમની પાસે ઉપલબ્ધ છે. ગુજરાતમાંથી ટોચ ની ત્રણ કંપનીઓ એક્સપોર્ટ કરે છે. તેમાં છે એસ્સાર, અદાણી, ડી.એમ.એલ. ધીરુભાઈ અંબાણીની જેમ હરેશ લાખાણી ખૂબ જ ઓછું ભણતર હોવા છતાં વાસ્તવિક જીવનમાં ગણતરના આધારે એક હસ્તી બની ગયા છે. નીતિ અને સિદ્ધાંતો સાથે ઉભા કરેલ બિઝનેસ સામ્રાજ્ય થી સંતોષ મેળવેલ હરીશ લાખાણી દર વર્ષે 50 લાખથી એક કરોડ રૂપિયાનું દાન કરે છે. પરંતુ તેમણે ક્યારેય નામ અને પ્રસિધ્ધિનો મોહ રાખ્યો નથી. તેઓ શ્રી લોહાણા સમાજની સેવાભાવી સંસ્થાઓ સાથે તન મન ધનથી જોડાયેલા છે. રાજકારણથી દૂર રહે છે. સમાજે ઘણું આપ્યું છે તેથી વધુને વધુ સેવા કરીને સમાજનું ઋણ ચૂકવવાનો નિષ્ઠાપૂર્વક સતત પ્રયાસ કરે છે.