ડાયાબિટીસ: મીઠો પેશાબ(મધુપ્રમેહ) – એક મૌન મહામારી Jan 08, 2026 ડાયાબિટીસને ગુજરાતી ભાષામાં મધુપ્રમેહ અથવા મીઠો પેશાબ તરીકે ઓળખવામાં આવે છે.આજે હું, ડૉ. વસંતલાલ કાસુન્દ્રા, ડાયાબિટીસ શું છે, તે શા માટે થતો નથી, છતાં શા માટે દવાઓ લેવી જરૂરી છે – એ વિષય પર સંક્ષિપ્ત પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યો છું.દરેક ઘરમાં ડાયા-બિટીસનો દર્દી.આજે એવી સ્થિતિ છે કે એકપણ ઘર એવું શોધવું મુશ્કેલ છે જ્યાં ડાયાબિટીસનો દર્દી ન હોય. હાલમાં આપણા દેશમાં લગભગ 11 કરોડ લોકોને ડાયાબિટીસનું નિદાન થઈ ચૂક્યું છે.આ આંકડો “નિદાન થયેલ” દર્દીઓનો છે, કારણ કે ડાયાબિટીસ એવી બીમારી છે કે જે ઘણી વાર અકસ્માતે, સામાન્ય બોડી ચેકઅપ દરમ્યાન પકડાય છે. પરંતુ હકીકત તો વધુ ગંભીર છે. ઘણા દર્દી ઓમાં ડાયાબિટીસનું નિદાન ત્યારે થાય છે જ્યારે તેના કારણે કોઈ ગંભીર અસર (complication) થઈ જાય છે. ત્યારે તપાસ બાદ ડૉક્ટર કહે છે કે આ સમસ્યા ડાયાબિટીસના કારણે થઈ છે. આજથી 20–30 વર્ષ પહેલાંભારતમાં ડાયાબિટીસનુંપ્રમાણ માત્ર 2–3% હતું.આજે તે વધી ને લગભગ11% સુધી પહોંચી ગયું છે.હાલમાં:11 કરોડ લોકોને ડાયાબિટીસનું નિદાન થઈ ચૂક્યું છે.• 13 કરોડ લોકો એવા છે કે જેમને ડાયાબિટીસ છે પરંતુ હજી નિદાન થયું નથી.અર્થાત્, ભારતમાં કુલ મળીને લગભગ 24 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.નિદાન કેમ નથી થતું? કારણ કે ખાસ કરીને ટાઇપ-2 ડાયા-બિટીસની શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી.સામાન્ય રીતે ડાયાબિટીસના લક્ષણો:* ખૂબ ભૂખ લાગવી* વધારે તરસ લાગવી* વારંવાર પેશાબ થવો•થોડા સમયમાં વજન ઘટવું. આ લક્ષણો મુખ્યત્વે ટાઇપ-1 ડાયા-બિટીસમાં દેખાય છે.પરંતુ ટાઇપ-2 ડાયાબિટીસમાં શરીર માત્ર સંકેતો આપે છે, જેમ કે:* હાથ-પગમાં સુનપણ અથવા ઝણઝણાટ* સતત થાક લાગવો* ચીડિયાપણું* રાત્રે ઊંઘ ન આવવી* ખોરાક સામાન્ય કે ઓછો હોવા છતાં વજન વધુ હોવું.ભારતમાં :* 95% દર્દી ઓ ટાઇપ-2 ડાયાબિટીસના છે.* માત્ર 5% ટાઇપ-1 ડાયાબિટીસના.ડાયાબિટીસ કેમ વધ્યો ?ડાયાબિટીસ મુખ્યત્વે ખોરાક અને જીવનશૈલીનો રોગ છે.આપણે ખોરાક ત્રણ સ્વરૂપે લઈએ છી એ: ચરબી (Fat) – ઘી, તેલ, તળેલો ખોરાક પ્રોટીન, કઠોળ, દૂધ, દહીં, પનીર કાર્બોહાઇડ્રેટ, ખાંડ, ગોળ, મધ, શક્કરિયા, અનાજ, ભાત, ફળપાચન પછી :* ચરબી - ફેટી એસિડ* પ્રોટીન -એમિનો એસિડ•કાર્બોહાઇડ્રેટ-ગ્લુકોઝ(શક્કર)આ તત્વો લોહી દ્વારા શરીરના દરેક અંગ સુધી પહોંચે છે. ઇન્સ્યુલિનની ભૂમિ કા લોહીમાં રહેલું ગ્લુકોઝ શરીરના અંગોમાં પહોંચવા માટે ઇન્સ્યુલિન જરૂરી છે.ઇન્સ્યુલિન એ અગ્નાશયમાં રહેલા બીટા સેલ્સ દ્વારા ઉત્પન્ન થતું હોર્મોન છે. જ્યારે આપણે ભોજન કરીએ છીએ, ત્યારે 3–5 મિનિટમાં ઇન્સ્યુલિન લોહીમાં છોડવામાં આવે છે, જે ગ્લુકોઝને કોષોમાં પ્રવેશ કરવા માટે દરવાજો ખોલે છે.ઇન્સ્યુલિન વગર:ગ્લુકોઝ લોહી-માંથી અંગોમાં જઈ શકતું નથી.પરિણામે લોહીમાં શુગર વધે છે.મગજ એકમાત્ર એવો અંગ છે જેને ગ્લુકોઝ માટે ઇન્સ્યુલિનની જરૂર પડતી નથી.સમસ્યા નું મૂળ કારણજન્મ સમયે અગ્નાશયમાં લગભગ 200 કરોડ બીટા સેલ્સ હોય છે.પરંતુ આજની જીવનશૈલી :* બેસાડુ જીવન* કસરતનો અભાવ* તળેલું, મીઠાઈ, ફાસ્ટ ફૂડ* તમાકુ, પાન, ગુટખા , દારૂ* માનસિક તણાવ* જરૂર કરતાં વધુ ખોરાકઆ બધાથી :* અગ્નાશય અને લીવર પર ચરબી જમે છે.* બીટા સેલ્સને નુકસાન થાય છે.* નવા બીટા સેલ્સ ઉત્પન્ન થતા નથી.પરિણામે ઇન્સ્યુ-લિનનું ઉત્પાદન ઘટે છે અને ડાયાબિટીસ થાય છે.શુગરના સ્તરસામાન્ય વ્યક્તિમાં :* ભૂખ્યા પેટે: 70–100 mg/dL* જમ્યા પછી : 140 mg/dLપ્રી - ડાયાબિટીસ:* ભૂખ્યા પેટે: 100–125 mg/dL* જમ્યા પછી: 140–200 mg/dLડાયાબિટીસ:* ભૂખ્યા પેટે: 125 mg/dLથી વધુ* જમ્યા પછી: 200 mg/dLથી વધુ“ડાયાબિટીસ મટતો નથી તો દવા શા માટે?”જો દવા ન લેવાય તો લોહી માં શુગર સતત વધતું જાય છે. લોહીની નસોની સહનશક્તિ લગભગ 140 mg/dL સુધીની હોય છે.વધારે શુગરથી :* નસો બ્લોક થાય* 7–10 વર્ષમાં ગંભીરનુકસાન થાયડાયાબિટીસ માટે જીવનશૈલીમાં જરૂરી ફેરફારડાયાબિટીસ સંપૂર્ણપણે મટતો નથી , પરંતુ યોગ્ય જીવનશૈલી અપનાવવાથી તેને નિયંત્રિત રાખી શકાય છે અને તેની ગંભીર અસરો ટાળી શકાય છે. આ માટેનીચે મુજબના ફેરફારો અત્યંત જરૂરી છે.1) નિયમિત કસરત સારવારનો આધારસ્તંભ.* દરરોજ ઓછામાં ઓછા 45–60 મિનિટ કસરત કરો.* ફાસ્ટ વોકિંગ* સાયકલિંગ* જોગિંગ* સ્વિમિંગ* યોગ / પ્રાણાયામ* સતત બેસી રહેવું ટાળો, દરેક 30–40 મિનિટે થોડું ચાલવું.કસરત ઇન્સ્યુ-લિનની કાર્યક્ષમતા વધારે છે અને શુગર નિ યંત્રિતરાખે છે.2) ખોરાકમાં શિસ્ત અને સમજદારી.* ભોજન સમયસર અને મર્યાદિત પ્રમાણમાં લો.* એકસાથે બહુ ખાવું ટાળો , દિવસમાં 3 મુખ્ય અને2 હળવા નાસ્તા લો.* પ્લેટમાં સંતુલન રાખો :* 50% શાકભાજી* 25% પ્રોટીન* 25% કાર્બોહાઇડ્રેટ3) મીઠાઈ અને ખાંડથી અંતર.* ખાંડ, ગોળ, મધ, મીઠાઈ, કેક, બિસ્કિટ ટાળો.* કોલ્ડડ્રિંક, પેકેજ્ડ જ્યુસ સંપૂર્ણ બંધ કરો.* મીઠું અને ખાંડ બંને મર્યા દામાં રાખો.4) ફાસ્ટ ફૂડ અને તળેલો ખોરાક ટાળો.* પિઝા , બર્ગર, સમોસા , ભજીયા , ચિપ્સથી દૂર રહો.* વધારે તેલ, ઘી અને બટરનો ઉપયોગ ન કરો.• ઘરનું તાજું અને હળવું ભોજન પસંદ કરો.5) પ્રોટીન અને ફાઇબર વધારવો.* કઠોળ, દાળ, ચણા, રાજમા* દહીં , છા શ* લીલા શાકભાજી, સલાડ* ફાઇબર શુગરને ધીમે વધવામાં મદદ કરે છે.6) વજન નિયંત્રણ અત્યંત જરૂરી.* BMI(Body Mass Index) નોર્મલ રાખવાનોપ્રયત્ન કરો.* પેટની ચરબી ઘટાડવી ખૂબ જરૂરી છે.* વજન ઘટે એટલે ઇન્સ્યુલિનનું કાર્ય સુધરે.7) ઊંઘ અને આરામ.* દરરોજ 7–8 કલાકની ગુણવત્તા વાળી ઊંઘ લો.* મોડું સૂવું અને રાત્રે મોબા- ઇલ વપરાશ ટાળો* ઊંઘની અછત શુગર વધા રતી છે.8) માનસિક તણાવ ઘટા- ડવો.* સતત ટેન્શન શુગર વધા રવા નું મોટું કારણ છે.* ધ્યાન, યોગ, પ્રાણાયામ અપનાવો.• સકારાત્મક વિચારધારા રાખો.9) તમાકુ, પાન, ગુટખા અને દારૂથી દૂર રહો.* સ્મોકિંગ અને તમાકુ ઇન્સ્યુલિનને નબળુંબના વે છે.* દારૂ લિવર અને શુગર બંનેને નુકસાન કરે છે.* સંપૂર્ણ ત્યાગ શ્રેષ્ઠ વિ કલ્પ છે.10) નિયમિત તપાસ અને દવા પાલન.* ડૉક્ટરની સલાહ મુજબ દવા નિયમિત લો.* પોતાની રીતે દવા બંધ ન કરો.* દર 3 મહિને:* શુગર* HbA1c* બ્લડ પ્રેશર* લિપિડ પ્રોફાઇલ ચેક કરવો.11) લાંબા સમય સુધી ખાલી પેટ ન રહો* લાંબો ઉપવાસ ટાળો.* ભૂખ લાગ્યે સમયે સ્વસ્થ નાસ્તો લો.* અચાનક શુગર ઘટવાનું ટાળે છે.12) પરિવારની ભૂમિકા* ડાયાબિટીસ એક વ્યક્તિ નો નહીં , આખા પરિ-વારનો વિષય છે* પરિવાર સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી પરિણામ વધુ સારું મળે છે.સેલસ હોસ્પિટલ અને ડૉ . વસંતલાલ કાસુંદ્રાનું યોગ-દાનસેલસ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષો થી ડાયાબિટીસ અંગે જનજાગૃતિ અને ઉત્તમ સારવાર આપી રહી છે. કોરોના કાળ દરમિયાન પણ હોસ્પિ- ટલએ ગુજરાત સ્તરે ઓછા મૃત્યુદર સાથે પ્રશંસનીય સેવા આપી હતી ડૉ. વસંતલાલ કાસુંદ્રા ડાયાબિટીસ અને જીવન-શૈલી સંબંધિત રોગોના નિયંત્રણ માટે જાણીતા તબીબ છે. તેઓ દવાઓ સાથે સાથે યોગ્ય આહાર, નિયમિત કસરત અને જીવનશૈલી સુધારાને મહત્વ આપે છે.તેમના જન-જાગૃતિ અભિયાન અને કાઉન્સે-લિંગ દ્વારા દર્દીઓ હાર્ટ-એટેક, સ્ટ્રોક અને કિડની જેવી જટિલતાઓથી બચી શકે છે.અંતિમ સંદેશ:યોગ્ય માર્ગદર્શન અને સ્વસ્થ જીવનશૈલીથી ડાયા-બિટીસને સફળતા પૂર્વક નિયંત્રિત કરી શકાય છે.