જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ, કલેક્ટરશ્રીના હસ્તે ‘રાહવીરો’ને પુરસ્કાર એનાયત, જાન્યુઆરી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવાશે

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ, કલેક્ટરશ્રીના હસ્તે ‘રાહવીરો’ને પુરસ્કાર એનાયત, જાન્યુઆરી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવાશે

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં માર્ગ અકસ્માત ઘટાડવા તથા ટ્રાફિક નિયમોના કડક અમલ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નંબર પ્લેટ વગર ફરતા વાહનોના માલિકો સામે કાર્યવાહી કરવા, કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહનચાલકો સામે દંડાત્મક પગલાં ભરવા તેમજ આવા બ્લેક ફિલ્મના વેચાણકર્તાઓ સામે વિશેષ ડ્રાઇવ યોજવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત હાઇવે પર અતિપ્રકાશમાન એલઈડી લાઇટનો ઉપયોગ કરીને વાહન ચલાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે રાજ્ય સરકારની “રાહવીર યોજના” હેઠળ પસંદ થયેલા કુલ ચાર નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નાગરિકોએ માર્ગ અકસ્માત દરમિયાન સમયસર માનવતાભરી મદદ કરી જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ ચારેય રાહવીરોના બેંક ખાતામાં રૂ. ૨૫-૨૫ હજારની રકમ પુરસ્કારરૂપે જમા કરાવવામાં આવશે, તેવું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

જિલ્લામાં જાન્યુઆરી 2026 માસને “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ” તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે. તા. 01 જાન્યુઆરી  2026  થી તા. ૩૧ જાન્યુઆરી  2026  દરમિયાન “શિક્ષા સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ સમગ્ર જિલ્લામાં વિવિધ જાગૃતિ અને અમલકારી કાર્યક્રમો યોજવામાં આવશે. આ અંતર્ગત મોટર વ્હીકલ્સ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2019  મુજબ કડક એન્ફોર્સમેન્ટ, સીટ બેલ્ટ અને હેલ્મેટના ફરજિયાત ઉપયોગ અંગે જનજાગૃતિ, ચાલતા વાહનમાં મોબાઇલ ફોનના ઉપયોગ સામે કાર્યવાહી, ઓવરસ્પીડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, અનઅધિકૃત પાર્કિંગ સામે કડક ચેકિંગ કરવામાં આવશે.

આ સાથે જ ઓવરલોડ તથા ઓવર ડાયમેન્શન વાહનો સામે તપાસ, લેન ડ્રાઇવિંગ અંગે ચેકિંગ, ટ્રાફિક જાગૃતિ માટે રેલીઓ, માર્ગ સલામતી વિષયક સાહિત્ય અને પેમ્ફલેટનું વિતરણ, હેલ્મેટ વિતરણ, ભારે વાહન ચલાવતા ડ્રાઇવરો, બસ અને સ્કૂલ વાનના ડ્રાઇવરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજવાની પણ યોજના ઘડવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.કે. મુછાર, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડ સહિત સિવિલ હોસ્પિટલ, શિક્ષણ વિભાગ, 108 ઇમરજન્સી સેવા તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન માર્ગ સલામતીને લઈને સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને તમામ વિભાગોને પરસ્પર સહયોગથી કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
 
You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ