25 થી 31 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો.... Jan 24, 2026 મેષમેષ રાશિના જાતકો માટે અઠવાડિયું સામાન્ય રહેશે. સ્વાસ્થ્યમાં થોડી તકલીફ થઈ શકે છે, તેથી સાવચેત રહો. વેપારમાં સ્થિરતા રહેશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં તણાવ રહી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.વૃષભવૃષભ રાશિના જાતકો માટે અઠવાડિયું શુભ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી દૂર રહો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં વૃદ્ધિના અવસર મળશે. નોકરીમાં મહેનત કરવી પડશે. પ્રેમ અને દાંપત્ય જીવન સુખદ રહેશે.મિથુનમિથુન રાશિના જાતકો માટે અઠવાડિયું લાભદાયી રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાં રાહત મળી શકે છે. વેપારમાં નવા પાર્ટનર મળી શકે છે. નોકરીમાં દબાણ રહેશે. પ્રેમ સંબંધોમાં શંકાના કારણે તણાવ થઈ શકે છે.કર્કકર્ક રાશિના જાતકો માટે અઠવાડિયું મિશ્ર પરિણામ આપશે. સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ જરૂરી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારીઓ મોટું રોકાણ કરી શકે છે. નોકરીમાં સમય નબળો રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિ થશે.સિંહસિંહ રાશિના જાતકો માટે અઠવાડિયું સાવચેતીભર્યું રહેશે. ખોરાકમાં બેદરકારી ન રાખવી. આર્થિક નિર્ણય વિચારીને લો. વેપારમાં લાભ અને પ્રવાસના યોગ છે. નોકરીમાં યોજનાઓ સફળ થશે. પ્રેમ અને દાંપત્ય જીવન સ્થિર રહેશે.કન્યાકન્યા રાશિના જાતકો માટે અઠવાડિયું સામાન્ય રહેશે. સ્વાસ્થ્યમાં કફ સંબંધિત તકલીફ થઈ શકે છે. રોકાણ પહેલા વિચાર કરવો જરૂરી છે. પ્રેમ જીવનમાં મતભેદ શક્ય છે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.તુલાતુલા રાશિના જાતકો માટે અઠવાડિયું સાવચેત રહેવાનું રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આવક રહેશે પરંતુ ખર્ચ વધશે. વેપારમાં જોખમ લઈને લાભ મળી શકે છે. નોકરીમાં બદલાવનો વિચાર થઈ શકે છે.વૃશ્ચિકવૃશ્ચિક રાશિના જાતકો માટે અઠવાડિયું સારું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે પરંતુ માનસિક તણાવ રહી શકે છે. રોકાણમાંથી લાભ મળશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. વેપારમાં મોટી તક મળશે. નોકરીમાં ભાગદોડ વધુ રહેશે.ધનુધનુ રાશિના જાતકો માટે અઠવાડિયું ઉતાર-ચઢાવ ભરેલું રહેશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં પ્રવાસ લાભદાયી સાબિત થશે. પ્રેમ જીવનમાં ગેરસમજ થઈ શકે છે. દાંપત્ય જીવન સુખદ રહેશે.મકરમકર રાશિના જાતકો માટે અઠવાડિયું શુભ રહેશે. સ્વાસ્થ્યમાં ફેફસાં સંબંધિત તકલીફ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં નફો મળશે પરંતુ ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સફળતાના યોગ છે.કુંભકુંભ રાશિના જાતકો માટે અઠવાડિયું અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સંતોષકારક રહેશે. આવક સારી રહેશે પરંતુ અચાનક ખર્ચ વધશે. વેપારમાં મુસાફરી લાભદાયી રહેશે. પ્રેમ અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. વિદ્યાર્થીઓને મહેનતનો લાભ મળશે.મીનમીન રાશિના જાતકો માટે અઠવાડિયું સારું રહેશે. સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નહીં આવે. આર્થિક સ્થિતિ મિશ્ર રહેશે. વેપારમાં લાભ મળશે. નોકરીમાં ઓવર કોન્ફિડન્સ ટાળવો. પ્રેમ અને દાંપત્ય જીવન મધુર રહેશે. Previous Post Next Post