રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ,

પેટા વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાનું આગમન, સ્થાપના બાદ વિધિવત પૂજા-આરતી 

રાજકોટ શહેરના લોકપ્રિય આયોજનોમાં સ્થાન ધરાવતા સર્વેશ્વર ચોક ખાતે આ વર્ષે પણ ‘સર્વેશ્વર ચોક કા રાજા’ની અત્યંત ભવ્ય અને આકર્ષક સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવના આયોજને સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે, જે આયોજકો અને ભક્તો માટે એક સીમાચિહ્ન રૂપ બની રહ્યું છે.

દુંદાળા દેવ શ્રી ગણેશજીનું વાજતે-ગાજતે, ઢોલ-નગારા અને ડીજેના તાલે તેમજ ગુલાલની ઉડાડ વચ્ચે ભવ્ય આગમન થયું હતું. બાપ્પાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનો અને શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક નૃત્ય કરી જીવંત માહોલ સર્જ્યો હતો. વાતાવરણ સંપૂર્ણપણે અન્નપૂર્ણા અને ભક્તિમય બની ગયું હતું.

આ વર્ષે આયોજકો દ્વારા ગણેશ મહોત્સવના દશમા વર્ષને વધુ યાદગાર બનાવવા માટે અતિ આકર્ષક એવી 'રજવાડી થીમ' તૈયાર કરવામાં આવી છે. રાજવી ઠાઠમાઠ અને ભવ્ય કલાત્મક શણગારથી સજવાયેલ આ પંડાલ અને સિંહાસન સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. રજવાડી થીમ પર બિરાજેલા દુંદાળા દેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે પહેલા જ દિવસથી ભક્તોની ભારે ભીડ જામી રહી છે.

બાપ્પાના આગમન બાદ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત પદ્ધતિથી શ્રીજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ્થાપના વિધિ પૂર્ણ થયા બાદ સંધ્યાકાળે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

You may also like

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

લાંબા વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘરાજાનું પુન:રાગમન

લાંબા વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘરાજાનું પુન:રાગમન