સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યપાલનો સંદેશ: દયાનંદ વિચારો સાથે પ્રાકૃતિક ખેતી અને હરિત અભિયાનનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યપાલનો સંદેશ: દયાનંદ વિચારો સાથે પ્રાકૃતિક ખેતી અને હરિત અભિયાનનો પ્રારંભ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત બે મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપી શિક્ષણ, સંશોધન, સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. રાજ્યપાલશ્રીએ એક તરફ ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષયક અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ–૨૦૨૬નો શુભારંભ કરાવ્યો, તો બીજી તરફ બાયોસાયન્સ ભવન દ્વારા વિકસિત ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
 

મહર્ષિ દયાનંદના વિચારો પર મન્થન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બે દિવસીય સમારોહમાં રાજ્યપાલશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સ્વભાષા, સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાન આપ્યું છે. સમાજમાં વ્યાપેલી કુરિવાજો અને અંધશ્રદ્ધા સામે લડી તેમણે વર્ષ 187 ૫માં આર્ય સમાજની સ્થાપના કરી અને વૈદિક ધર્મના પુનરુત્થાન માટે ક્રાંતિકારી કાર્ય કર્યું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદજીએ ભારતીય પ્રાચીન સંસ્કૃતિને આધુનિક વિચારસરણી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે લગભગ 40 જેટલા ગ્રંથોની રચના કરીને સમાજમાં જાગૃતિ ફેલાવી હતી. તેમના વિચારોનો પ્રભાવ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.

તેમણે ઉલ્લેખ કર્યો કે મહાત્મા ગાંધીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, ગોખલેજીના ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા હતા અને તેમના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતી હતા. આ વિચારપરંપરાએ દેશના રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને ભારત લાવવાની તેમની અંતિમ ઇચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થઈ હતી, જે ઐતિહાસિક ઘટના હતી.
 


યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલશ્રીએ આ સંશોધન કેન્દ્ર માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમારોહ દરમિયાન વિદ્વત્સપર્યા, નારી વિમર્શ, વેદાર્થ વિમર્શ, સામાજિક સમરસતા અને યુવા વિમર્શ સહિત કુલ 12 શૈક્ષણિક સત્રો યોજાનાર છે.
 

પ્રાકૃતિક ખેતી અને ઔષધીય ઉદ્યાનનો પ્રારંભ

આ જ દિવસે રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં બાયોસાયન્સ વિભાગ દ્વારા નિર્મિત બોટનિકલ ગાર્ડનમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ કર્યો હતો. તેમણે સિંદૂરના છોડનું રોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપ્યો.

ગાર્ડનમાં નિર્માણ પામેલા તળાવ અને ગ્લાસ હાઉસની મુલાકાત લઈ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા જૈવ એન્ઝાઇમ ખાતર, ઔષધીય સીરમ અને શેમ્પૂ, સજીવ સૂક્ષ્મ શાકભાજી તેમજ સજીવ ઓઇસ્ટર મશરૂમ જેવા પ્રયોગોને તેમણે પ્રશંસા પાઠવી.

રાજ્યપાલશ્રીએ યુવાનોને અનુરોધ કર્યો કે દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની નિયમિત સંભાળ રાખવી જોઈએ. આથી પર્યાવરણ રક્ષણમાં સૌની સક્રિય ભાગીદારી વધશે અને આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ ભવિષ્ય નિર્માણ થશે.

આ પ્રસંગે બહેડા, ફાલસા, જંગલી બદામ, જાસુદ, મીઠો લીમડો, અર્જુન, બીલી, રાયણ, ગુગળ, કરંજ સહિત અનેક ઔષધીય અને પર્યાવરણલક્ષી વૃક્ષોના રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
 

શિક્ષણ, સંશોધન અને પર્યાવરણનો સમન્વય

રાજ્યપાલશ્રીની મુલાકાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી દિશા આપવાનો સંદેશ આપ્યો છે. મહર્ષિ દયાનંદના જીવનમૂલ્યો પર ચિંતન અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પનો આરંભ – બંને પહેલો સમાજમાં જ્ઞાન, સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિનો સમન્વય સ્થાપિત કરે છે.

આ કાર્યક્રમોમાં જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, બાયોસાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારી સહિતના અધિકારીઓ, પ્રોફેસરશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રની ધરતી પર યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા શિક્ષણ સંસ્થાઓ માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં પરંતુ સંસ્કૃતિ, સંશોધન અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું જીવંત પ્રતિક બની રહી છે.
 

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ