નિષ્ઠાવાન બિલ્ડર અને સ્વચ્છ રાજકીય પ્રતિભાના રૂપે જાણીતા શ્રી ચેતન સુરેજા લોકપ્રિય નેતા તરીકે ઉભરી રહ્યા Dec 11, 2025 હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ચેરમેનનું પદ સંભાળતા શ્રી ચેતનભાઇ સુરેજા થી તમામ રાજકીય પક્ષના માણસો અને જનતા પરિચિત છે જ. નિખાલસ સ્વભાવ, નિષ્ઠાપૂર્વક કામ કરવું અને તે પણ જવાબદારી પૂર્વક અને નીતિમત્તા જાળવવી, એ એમનો મુખ્ય પરિચય છે.શ્રી ચેતનભાઇ સુરેજા વ્યવસાયે બિલ્ડર છે અને રાજકોટમાં તેમણે અસંખ્ય હાયરાઇઝનું બાંધકામ કર્યું. પરંતુ તેમનો જન્મ સ્થળ લીંબુડા વિલેજ છે. જે માણાવદર તાલુકામાં આવેલું છે. તારીખ 12-09-1965 તેમનો જન્મદિવસ છે. બાળપણનું ભણતર તેમણે ધોરાજીમાં લીધેલું હતું. ત્યાર પછી ભારતની ખ્યાતનામ R.V. Collage of Engineering માં એડમિશન મેળવીને B.E. Civil નું એજ્યુકેશન પૂરું કર્યું. શ્રી ચેતનભાઇ સુરેજાના પિતાશ્રી ડોક્ટર તરીકેની જનરલ પ્રેકટીસ ધોરાજીમાં કરતા હતા. શ્રી ચેતનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતી મીડીયમમાંથી સીધા ઇંગ્લીશ મીડીયમમાં ગયા હતા. તો એજ્યુકેશનમાં ભાષાનો બહુ જ પ્રોબ્લેમ થતો હતો. બેંગ્લોરમાં આવેલી આ કોલેજમાં ખાવા, પીવા, જમવાનો બહુ બધો પ્રોબ્લેમ હતો. છતાં સાંગોપાંગ નીકળી ગયા. એ કોલેજના વર્ષોને ચેતનભાઇ અત્યારે પણ ગોલ્ડન ટાઈમ ગણાવે છે. ત્યાં મિત્ર તરીકે પ્રકાશભાઈ ગોવાણી અને અનેક ગુજરાતીઓ હતા. 1991 માં કોલેજકાળ પૂરો થયા પછી તેમના કોલેજના મિત્ર શ્રી પ્રકાશભાઈ ગોવાણી તેમને રાજકોટમાં બાંધકામ ઉદ્યોગ તરફ દોરી ગયા. તેમની સાથે ચેતનભાઇએ બિલ્ડર તરીકે બાંધકામ ઉદ્યોગની સફર શરૂ કરી. તેમની ભાગીદારી 2002 સુધી હતી. 'સિતારા' નામથી લઈને બીજા 'એસ' પરના ઘણા નામોનો ઉપયોગ કરીને તેમણે બિલ્ડીંગો સફળતાપૂર્વક પૂરા કર્યા છે.2002 થી તેમણે બિલ્ડીંગો ''સિતારા'' નામથી ચાલુ કર્યા. ચેતનભાઇની હાજરી સાઈટ પર સવારે 8:00 થી રાત્રે 8 સુધી સતત હોય. તમામ મટીરીયલનું સારામાં સારું સિલેક્શન કરવું, બાંધકામની ગુણવત્તા જાળવવી અને નાનામાં નાની બાબતોનું સાઇટ પર ધ્યાન રાખવું. એ તેમની ખાસિયત છે એટલે જ લોકો તેમના બિલ્ડર તરીકેના બાંધકામને પૂરો વિશ્વાસ રાખીને ખરીદે છે.ચેતનભાઇએ કડવા પટેલ સમાજની દરેક સંસ્થાને બાંધકામને લગતું માર્ગદર્શન આપેલ છે. પટેલ પ્રગતિ મંડળ, ઉમિયાધામ - જશવંતપુર, રાજકોટ બિલ્ડર એસોસિએશન જેવી અનેક સંસ્થાઓ સાથે તે જોડાયેલા છે. ચેતનભાઇ જણાવ્યું હતું કે, "રાજકારણમાં શ્રી વિજયભાઈ રૂપાણીની આંગળી પકડીને પ્રવેશ કર્યો હતો." અને તેમને નૈતિક હિંમત અને મજબૂત ખંભો આપનાર વ્યક્તિ હતા શ્રી કૃષ્ણ ભાઈ જાડેજા (ખોડુભા). તેમના કાકા સ્વ. શ્રી રતિભાઈ સુરેજા માણાવદર ની સીટ પર ચૂંટાઈને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના સિંચાઈ મંત્રી થયા હતા. આ કાર્યકાળથી ચેતનભાઇ ભારતીય જનતા પાર્ટીમાં વધારે સક્રિય થયા હતા. ચેતનભાઇનું રાજકીય ક્ષેત્ર રાજકોટ શહેરના વોર્ડ નંબર 10 નું રહ્યું છે. તેઓ માર્ચ 2021 માં કોર્પોરેટર થયા અને પહેલી ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર થયા હતા. બીજી ટર્મમાં ટાઉન પ્લાનિંગ ચેરમેન થયા હતા. જાતે બિલ્ડર હોવા છતાં તેમની સ્વચ્છ રાજકીય પ્રતિભાને ધ્યાને લઈને તેમને આ ચેરમેન પદ આપવામાં આવ્યું હતું. તેમના કાર્યક્ષેત્રમાં તેમનો લોકસંપર્ક અને લોકોના કામ ઉકેલવાની તેમની તત્પરતાના બધા લોકો વખાણ કરે છે. તેમની આ લોકભોગ્ય કામગીરીને હિસાબે તેમના વિસ્તારમાંથી ન્યૂનતમ તકલીફો કે ફરિયાદો જોવા મળે છે. ચેતનભાઇ સુરેશભાઈ પોતાના બાંધકામ વ્યવસાય વિશે જણાવ્યું કે, "હંમેશા સારી ગુણવત્તા ધરાવતું જ બનાવવું અને સારું જ વેચવું. જો ન પોસાય તો ન બાંધવું કે ન વેચવું." તેઓ બાંધકામ પૂરું થઈને સોપાઈ ગયા પછી પણ ઘણા વર્ષો સુધી મેન્ટેનન્સ અને રીપેરીંગની જવાબદારી સંભાળે છે અને દરેક ગ્રાહક સાથે વ્યક્તિગત ધરોબો ધરાવે છે.શ્રી ચેતનભાઇના દીકરી બાળકોના ડોક્ટર છે તથા જમાઈ જનરલ સર્જન છે. તેમનો દીકરો ડોક્ટર દેવ સુરેજાએ એમબીબીએસનો અભ્યાસ પૂરો કરેલ છે. તેમના બનેવી પણ જૂનાગઢમાં ઓર્થોપેડિક સર્જન છે. શ્રી ચેતનભાઇએ હાસ્ય સાથે જણાવ્યું કે, "મારા સિવાય મારા ફેમિલીમાં બધા જ મેડિકલ લાઈનમાં છે. હું એક જ એન્જિનિયરિંગ લાઈનમાં છું." શ્રી ચેતનભાઇ પોતાના બાંધકામના અનુભવોને ધ્યાને લઈને લોકોને ખાસ સલાહ આપી કે, "બાંધકામની ગુણવત્તા, બિલ્ડરની શાખ, બાજુમાં આવનાર પડોશી અને લિફ્ટની ગુણવત્તા આટલું ખરીદી કરતા પહેલા ખાસ ચેક કરવું. ખુબ જ સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા શ્રી ચેતનભાઇ સુરેજા નિષ્ઠાવાન અને કર્મનીષ્ઠ ધંધાર્થી પણ છે. તેમણે પોતાના સરળ અને નિખાલાસ સ્વભાવથી અને લોકચાહના મેળવી છે. સરળ અને નિખાલસ ધરાવતું વ્યક્તિત્વ એટલે શ્રી ચેતનભાઇ સુરેજા અત્યંત સ્વચ્છ રાજકીય પ્રતિભાથી શ્રી ચેતનભાઇએ પ્રજામાં અપાર લોકચાહના મેળવી છે. ચેતનભાઇએ કહ્યું છે કે, "બાજુમાં આવનાર પડોશી અને લિફ્ટ કંપની આ બે બાબતો ફ્લેટ ખરીદી વખતે ખાસ ખ્યાલ રાખવો. કારણ કે, પછી તે બાબત ફરીથી થઈ શકતી નથી.