IND vs NZ: ઈશાન–સૂર્યાની તોફાની બેટિંગ, ભારતે બીજી T20માં ન્યૂઝીલેન્ડને હરાવી સીરિઝમાં 2-0ની લીડ મેળવી Jan 24, 2026 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતે 2-0ની મજબૂત લીડ મેળવી લીધી છે. મેચમાં ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ ભારતની જીતનું મુખ્ય કારણ રહી. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી 208 રન બનાવ્યામેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જ્યારે રચિન રવીન્દ્રએ માત્ર 26 બોલમાં 44 રનની આક્રમક બેટિંગ કરી હતી.ભારતના બોલિંગ વિભાગની વાત કરીએ તો અર્શદીપ સિંહ મોંઘા સાબિત થયા હતા. તેમણે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા અને કોઈ વિકેટ મેળવી શક્યા ન હતા. બીજી તરફ કુલદીપ યાદવે સારી બોલિંગ કરતા 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની ગતિ પર થોડું નિયંત્રણ લાવ્યું હતું. ભારતની શરૂઆત નબળી, ઈશાન કિશને સંભાળી ઇનિંગ209 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા માટે ભારત તરફથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ માટે ઉતર્યા હતા, પરંતુ બંને ઓપનર ઝડપથી આઉટ થઈ ગયા. અભિષેક શર્મા ખાતું ખોલ્યા વિના ઝીરો પર પેવેલિયન પરત ફર્યા, જ્યારે સંજુ સેમસન માત્ર 6 રન બનાવીને આઉટ થયા હતા. શરૂઆતમાં આવેલા ઝટકા બાદ ઈશાન કિશને જવાબદારી સંભાળી અને ન્યૂઝીલેન્ડના બોલરો પર આક્રમક પ્રહાર શરૂ કર્યો. ઈશાન કિશને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેમણે ચોગ્ગા અને છગ્ગાની વરસાદ સાથે દર્શકોને ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. જો કે ઈશ સોઢીના બોલ પર મેટ હેનરીએ શાનદાર કેચ પકડી ઈશાન કિશનની ઇનિંગનો અંત લાવ્યો. ઈશાને 32 બોલમાં 76 રન (11 ચોગ્ગા અને 4 છગ્ગા) બનાવી ભારતને જીત તરફ મજબૂતીથી આગળ ધપાવ્યું. સૂર્યકુમાર યાદવની ધમાકેદાર વાપસીઈશાન કિશન આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ ઇનિંગ સંભાળી. લાંબા સમય બાદ સૂર્યકુમાર યાદવ પોતાની જૂની ફોર્મમાં જોવા મળ્યા. તેમણે 37 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી અને ન્યૂઝીલેન્ડના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા.બીજા છેડે શિવમ દુબેએ પણ ઉત્તમ સાથ આપ્યો અને 18 બોલમાં 36 રન ફટકાર્યા. બંને બેટ્સમેનની આક્રમક જોડીએ ભારતને માત્ર 15.2 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરાવી દીધું. ભારતે આ મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. સીરિઝમાં ભારત 2-0થી આગળઆ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે. શ્રેણીની પ્રથમ મેચમાં પણ ભારતે ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું હતું. બીજી મેચના હીરો તરીકે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા. આગામી મેચોનું શેડ્યૂલભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ પાંચ T20I મેચોની શ્રેણી રમાઈ રહી છે. હવે ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ, ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. તમામ મેચો રાત્રે 7 વાગ્યે શરૂ થશે. શ્રેણીમાં ભારતની મજબૂત શરૂઆત બાદ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post