રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો ભવ્ય આરંભ, વિદેશી પતંગબાજો ગરબે ઝૂમ્યા, રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવી Jan 10, 2026 રાજકોટમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો. શહેરના આકાશમાં દેશ-વિદેશના પતંગબાજોએ ઉડાવેલી રંગબેરંગી અને સંદેશાત્મક પતંગોથી આકાશ દીપી ઉઠ્યું હતું.આ મહોત્સવમાં વિશ્વના 21 દેશોના પતંગવીરો તેમજ ભારતના અલગ-અલગ 7 રાજ્યો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અવનવી ડિઝાઇન, વિશાળ કદ અને થીમ આધારિત પતંગો મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યા. વિદેશી પતંગબાજો ગરબાના તાલે ઝૂમ્યાકાર્યક્રમના પ્રારંભે રાજકોટની લોકસંસ્કૃતિનો અનોખો નજારો જોવા મળ્યો. સ્ટેજ પર સ્થાનિક કલાકારો દ્વારા રાસગરબાની રમઝટ જમાવવામાં આવી હતી, જેમાં વિદેશી પતંગબાજો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ભારતીય સંસ્કૃતિ અને લોકસંગીતથી પ્રભાવિત થયેલા વિદેશી મહેમાનોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પુરુષોત્તમ રૂપાલાએ ઉડાવી ‘ઓપરેશન સિંદૂર’ થીમની પતંગઆ તકે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ઓપરેશન સિંદૂર’ થીમ આધારિત પતંગ ઉડાવી મહોત્સવને વિશેષ ગૌરવ આપ્યું. આ પતંગ મૂળ રાજસ્થાનના પતંગવીર દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેમાં દેશના શૌર્ય અને ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભારતીય તિરંગા સાથે ઓપરેશન સિંદૂરની થીમ જોડાયેલી પતંગે ઉપસ્થિતોમાં ખાસ ઉત્સાહ જગાવ્યો હતો. 21 દેશોના પતંગવીરોની હાજરીઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિત કુલ 21 દેશોના પતંગવીરો જોડાયા હતા. વિદેશી પતંગબાજોએ ભારતીય સંસ્કૃતિ, ઉત્સવો અને અતિથિથી પ્રભાવિત થવાની વાત કરી હતી. સંદેશાત્મક પતંગો બન્યા આકર્ષણનું કેન્દ્રમહોત્સવમાં ઓપરેશન સિંદૂર, ઇન્ડિયન ફ્લેગ, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા કાઈટ, રીંગ કાઈટ સહિતના વિવિધ સંદેશ આપતી પતંગોએ દર્શકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ પતંગો માત્ર કલાત્મક જ નહીં પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપતી હતી. ‘6 મીટરની તિરંગી પતંગ ઉડાવી રહ્યો છું’રાજસ્થાનથી આવેલા પતંગવીર વી.પી. શર્માએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે તેઓ 6 મીટરની વિશાળ ભારતીય તિરંગાની પતંગ ઉડાવી રહ્યા છે, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ જોડવામાં આવી છે.તેમણે જણાવ્યું કે, “ભારતની બે દીકરીઓને સોંપાયેલી ઓપરેશન સિંદૂરની જવાબદારી અને પાકિસ્તાન સામે મળેલી સફળતા દેશ માટે ગૌરવની ક્ષણ છે. આ ભાવનાને યાદ રાખવા માટે આ થીમની પતંગ ઉડાવી રહ્યો છું.” અનુકૂળ પવન અને સુંદર વાતાવરણને કારણે પતંગ ઉડાવવાનો આનંદ દૂગણો થયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પ્રારંભ સાથે જ રાજકોટમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું છે અને આવનારા દિવસોમાં વધુ આકર્ષક પ્રવૃત્તિઓ યોજાનાર છે. Previous Post Next Post