ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, ભારત લાવવાની તૈયારી! Dec 11, 2025 ગોવાની રાજધાની પંજીથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા એક પ્રખ્યાત નાઇટક્લબમાં 6 ડિસેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. મધ્યરાત્રિએ થયેલી આ દુર્ઘટનામાં 25 સુધીનાં અમૂલ્ય જીવ ગુમાયા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આગની તીવ્રતા અને સલામતીના અભાવને કારણે બનેલી આ ઘટના માત્ર એક દુઃખદ દુર્ઘટના નથી, પરંતુ સુરક્ષા સિસ્ટમની નબળાઈ અને બેદરકારીનો ચિતાર છે. આ ઘટનાના મુખ્ય જવાબદાર માનવામાં આવતા લૂથરા બ્રધર્સ – ગૌરવ અને સૌરભ – પર છેલ્લા ઘણા દિવસોથી તપાસ એજન્સીઓનું જાળું વીણાઈ રહ્યું હતું. હવે આખરે બંનેને થાઇલેન્ડમાં પકડી લેવાયા છે અને ભારત લાવવા માટે પ્રત્યાર્પણ પ્રક્રિયામાં ગતિ આવી છે. દેશ છોડીને ભાગી ગયા હતા લૂથરા બ્રધર્સઅગ્નિકાંડ પછી જ જ્યારે બચાવ દળ આગ બુઝાવવામાં અને મૃતદેહોની ઓળખમાં વ્યસ્ત હતા, ત્યારે ગૌરવ અને સૌરભ લૂથરાએ તાત્કાલિક દેશ છોડી દીધો હતો. ગોવા પોલીસે કરેલી પ્રાથમિક તપાસ મુજબ, બંને ભાઈઓએ 7 ડિસેમ્બરની રાત્રે 1:17 વાગ્યે MakeMyTrip પરથી ફ્લાઇટ બુક કરીને સીધા થાઇલેન્ડ માટે રવાના થઈ ગયા હતા. આ ઝડપથી કરાયેલ યાત્રા અને શંકાસ્પદ ગતિએ તપાસ એજન્સીઓની શંકા વધુ મજબૂત કરી. ત્યાર બાદ CBIએ ઈન્ટરપોલ મારફતે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરાવી, જે પછી બંને ભાઈઓને શોધી કાઢવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો શરૂ થયા.છેલ્લે મળેલી માહિતી અનુસાર, થાઈલેન્ડની કાયદો અને વ્યવસ્થા એજન્સીઓએ બંનેને પકડીને સ્થાનિક કસ્ટડીમાં રાખ્યા છે. હવે ભારતે સત્તાવાર રીતે પ્રત્યાર્પણ પ્રક્રિયા (Extradition) શરૂ કરી છે જેથી બંનેને ગોવામાં લાવીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ શકે. ધરપકડથી બચવા માટે અરજી, પરંતુ કોર્ટનો ઇનકારલૂથરા બ્રધર્સે ધરપકડથી બચવા માટે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે બંને ભાઈઓ બિઝનેસ ટ્રિપ માટે વિદેશ ગયા હતા અને ભાગવાની કોઈ ભાવના નહોતી. વકીલનું એવું પણ કહેવું હતું કે લૂથરા બ્રધર્સ ક્લબના માલિક નથી, પરંતુ માત્ર સંચાલન લાઇસન્સ ધરાવે છે, તેમજ દૈનિક કામગીરી માટે સ્ટાફ જવાબદાર હતો.પરંતુ કોર્ટને આ દલીલો ન માન્ય લાગી. કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે 25 લોકોના મૃત્યુ જેવી ગંભીર ઘટનામાં આરોપીઓની હાજરી અને જવાબદારી બંને સ્પષ્ટ છે અને તેમને કોઇ પણ પ્રકારની રાહત આપવામાં આવે તે યોગ્ય નથી. પરિણામે તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ગોવા પોલીસની ઝડપી કાર્યવાહીગોવા પોલીસે આ કેસમાં અત્યાર સુધી નાઇટક્લબના મેનેજમેન્ટ અને સ્ટાફ સહિત પાંચ લોકોને ધરપકડ કરી છે. ક્લબની અંદર સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, ઇમર્જન્સી એક્ઝિટ બંધ હોવાનાં આક્ષેપ, તેમજ અગ્નિશામક સાધનોની ખામી જેવા મુદ્દાઓ પણ તપાસમાં પ્રકાશમાં આવ્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનાની તપાસ રિપોર્ટ આગામી 8 દિવસમાં રજૂ થવાનો છે.ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ક્લબો, પબ્સ અને રેસ્ટોબારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે. આ કાર્યવાહીનું મુખ્ય કારણ એ છે કે આવા સ્થળોએ દિવસ-રાત યુવા વર્ગની મોટાપાયે અવરજવર રહે છે અને સલામતી પ્રશ્નો પર કોઇપણ પ્રકારના સમાધાનની ગુંજાઈશ નથી. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સસ્પેન્ડ કર્યાગોવા સરકારની ભલામણ બાદ ભારતના વિદેશ મંત્રાલયે ગૌરવ અને સૌરભ લૂથરાના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે બંને ભાઈઓ અન્ય દેશમાં ભાગી ન શકે અથવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ ન કરી શકે. આગામી પગલાં આગળ શું?હવે ભારત થાઇલેન્ડ સરકાર સાથે મળીને પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂર્ણ કરવા પર કામ કરશે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થાય, ત્યાર બાદ બંનેને ભારત લાવવામાં આવશે અને તેમના વિરુદ્ધ હત્યાજનો (culpable homicide), બેદરકારી, જાહેર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન અને અન્ય IPC કલમો હેઠળ કાર્યવાહી શરૂ થશે.ગોવા અગ્નિકાંડ માત્ર એક રાત્રિના આનંદને શોકમાં ફેરવતો બનાવ નથી, પરંતુ એ ચેતવણી છે કે સુરક્ષા ધોરણોનું પાલન ન થાય તો આવા બનાવો ફરી આવી શકે છે. લૂથરા બ્રધર્સની ધરપકડથી હવે તપાસમાં ઝડપ આવી છે અને પીડિત પરિવારને ન્યાયની આશા બળવત્તર થઈ છે. Previous Post Next Post