ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા: એક સપ્તાહ સુધી વરસાદ નહી આવે

ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા: એક સપ્તાહ સુધી વરસાદ નહી આવે

અમદાવાદ,

ગુજરાતમાં 425 રસ્તાઓ બંધ: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં 200 કરોડનો વેપાર ઠપ


ગુજરાતભરમાં છેલ્લા એક અઠવાડિયાથી બઘડાટી બોલાવતા મેઘરાજાએ વિરામ લેતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ થંભી ગયો છે. રાજ્યમાં એક તરફ માત્ર ૫ ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બીજી તરફ જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. રાજ્યના કુલ ૧૦૯ ડેમ એવા છે જેમાં જળસંગ્રહ ૨૫ ટકાથી પણ ઓછો નોંધાયો છે, જે આગામી સમય માટે પાણીની અછતની ચેતવણી સમાન છે.

વરસાદના લાંબા વિરામને કારણે જળાશયોમાં પાણીની આવક ઘટી ગઈ છે. લાંબા સમયથી વરસાદ ન વરસવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે પાકને પિયત માટે પાણીની જરૂરિયાત વધી રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય, તો સિંચાઈના પાણીની સમસ્યા વિકટ બની શકે તેમ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યારે રાજ્યમાં વરસાદનું જોર ઓછું છે, જેના કારણે જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો નથી.
તંત્ર દ્વારા જળાશયોમાં રહેલા પાણીના જથ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીનું સંતુલન જાળવી શકાય.

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે થયેલી વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ મૃત્યુમાં મુખ્યત્વે ડૂબી જવાની ઘટનાઓ અને વીજ કરંટ લાગવાની દુર્ઘટનાઓનો સમાવેશ થાય છે. ડિંડોલી, પુણાગામ, પાંડેસરા અને રાંદેર જેવા વિસ્તારોમાં આ દુર્ઘટનાઓ નોંધાઈ છે.

વરસાદના કારણે સુરતનું ટેક્સટાઈલ માર્કેટ પણ પ્રભાવિત થયું છે. શહેરની આશરે 240 જેટલી ટેક્સટાઈલ માર્કેટો વરસાદી પાણી ભરાવાને કારણે બંધ રાખવાની ફરજ પડી હતી, જેને પગલે એક જ દિવસમાં અંદાજે 200 કરોડ રૂપિયાનો વેપાર ઠપ થઈ ગયો હોવાનો અંદાજ છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન