દેશભરમાં ડુંગળીના ભાવમાં સતત વધારો: દિલ્હીમાં રૂ.80ની કિલો

દેશભરમાં ડુંગળીના ભાવમાં સતત વધારો: દિલ્હીમાં રૂ.80ની કિલો

નવી દિલ્હી ,

ઘટતા પુરવઠા અને વધતી માગ વચ્ચે હજુ ભાવ વધારાની સંભાવના

દેશમાં શ્રાવણમાં ઘટેલી માંગ અને પૂરતી આવકે ડુંગળીના ભાવને થોક (જથ્થાબંધ) માર્કેટમાં નિયંત્રણમાં રાખ્યા, પરંતુ રિટેલમાં વેપારીઓ નફાખોરી કરવામાં ચૂક નથી રહ્યા. નાસિકમાં ડુંગળીના જૂના સ્ટોકની અછતની અસર હવે બજાર પર દેખાવા લાગી છે. ભાવો પર નિયંત્રણ લાવવાના સરકારના ઉપાયો નિષ્ફળ થઈ રહ્યા છે અને દેશના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્હી-એનસીઆરમાં હોલસેલમાં ડુંગળી 50થી 55 રૂપિયા કિલો વેચાઈ રહી છે, પરંતુ ખુલ્લા બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

કાનપુરની ચકરપુર મંડીમાં ડુંગળીની દૈનિક આવક 6.50 લાખ કિલોથી ઘટીને પાંચ લાખ કિલો રહી ગઈ છે, જેનાથી જથ્થાબંધ ભાવ વધીને 42-45 રૂપિયા કિલો પહોંચી ગયો છે. આગ્રાની સિકંદરા મંડીમાં નાસિકથી રોજ લગભગ 15 ટ્રક ડુંગળી (ત્રણ લાખ કિલો) આવવાના કારણે જથ્થાબંધ ભાવ હાલમાં 40 રૂપિયા કિલો છે.  કાનપુરની ચકરપુર મંડીમાં અત્યાર સુધી દરરોજ 6.50 લાખ કિલોગ્રામ ડુંગળીનો પુરવઠો થતો હતો, પરંતુ છેલ્લા 10 દિવસથી આ પાંચ લાખ કિલો જ રહી ગયો છે. 
વર્તમાનમાં મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ વધીને 42 થી 45 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે, જે બુધવારે 35થી 40 રૂપિયા હતો. આવક ઓછી થવાથી ડુંગળીના ભાવ 10 રૂપિયા પ્રતિ કિલો વધી શકે છે.

બંગાળમાં બે અઠવાડિયા પહેલા જે ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી હતી, તે હાલમાં 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. રાજસ્થાનમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જમ્મુમાં ડુંગળીની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 20 થી 25 રૂપિયાનો વધારો થયો છે. દેહરાદૂન મંડીમાં ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. હરિદ્વારની જ્વાલાપુર મંડીમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો છે.


હલ્દવાની મંડીમાં ડુંગળી 46 થી 50 રૂપિયા પ્રતિ કિલો છે, ઉધમ સિંહ નગરની રૂદ્રપુર મંડીમાં ડુંગળી 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો છે. પટનાના મીઠાપુર અને બજાર સમિતિમાં શુક્રવારે ડુંગળી 55 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ હતી. રાંચીમાં રિટેલ ડુંગળી 55-60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ડુંગળીના સરેરાશ ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મધ્ય પ્રદેશની મંડીઓમાં સામાન્ય ઘરોમાં ઉપયોગમાં લેવાતી ડુંગળી 40 રૂપિયા કિલોમાં વેચાઈ રહી છે.