નેપાળમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજ્યા Sep 09, 2026 નવી દિલ્હી,રાત્રે 9:38 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 143 કિ.મી.ની ઉંડાઈએ, જાનહાનિ નહીનેપાળમાં ફરી એક વાર ભૂકંપના ઝટકાએ લોકોને હચમચાવી નાખ્યા છે. 8 સપ્ટેમ્બર 2026ની મોડી રાતે લગભગ 9 વાગ્યાને 38 મિનિટ પર નેપાળની ધરતી અચાનક ધ્રુજવા લાગી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0ની માપવામાં આવી છે. જ્યારે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, સૂવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જમીન હલવા લાગી. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનની ખૂબ જ નીચે એટલે કે 143 કિમી ઊંડું હતું. ઊંડાઈ વધારે હોવાના કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનમાલના ખતરાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.રાતના 9 કલાકને 38 મિનિટે નેપાળના કેટલાય વિસ્તારમાં લોકોને ઝટકા અનુભવાયા. અચાનક ઘરોમાં પંખા, બારીઓ અને દરવાજા હલવાનો અવાજ આવવા લાગ્યો. જે લોકો ટીવી જોઈ રહ્યા હતા અથવા ખાવાનું ખાઈ સૂવાની તૈયારીમાં હતા, તેઓ તરત પોતાના ઘરમાંથી નીકળી બહાર તરફ ભાગવા લાગ્યા. અચાનક આવેલા આ ઝટકાથી થોડી વાર માટે રસ્તા અને ખુલ્લા મેદાનમાં લોકોની ભીડ એકઠી થવા લાગી. રાતના સન્નાટામાં આ ભૂકંપે લોકોના મનમાં ફરીથી હાલમાં જ જોયેલી ભયાનક ઘટનાની યાદ તાજી કરાવી દીધી. સૌ કોઈ એકબીજાને હાલચાલ પૂછવા લાગ્યા હતા.