લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન, 'માનસિક નક્સલવાદીઓ'થી સાવધ રહેવા PMનું આહવાન

લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન, 'માનસિક નક્સલવાદીઓ'થી સાવધ રહેવા PMનું આહવાન

નવી દિલ્હી,

AI ક્રાંતિ દ્વારા યુવાનોને સક્ષમ બનાવવાનો લક્ષ્યાંક

ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમારોહની આગેવાની કરી હતી. આ વર્ષનો સમારોહ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ થીમ પર આયોજિત કરાયો છે.

વડાપ્રધાને કોઈ ચોક્કસ પ્રદર્શન કે જૂથનું નામ લીધા વિના દેશમાં સક્રિય 'માનસિક નક્સલવાદીઓ' સામે લાલબત્તી ધરી હતી. તેમણે કહ્યું કે, "કેટલાક તત્વો યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે." વડાપ્રધાને યુવાનોને અપીલ કરી હતી કે તેઓ આવી નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોથી સાવધાન રહે અને દેશના વિકાસમાં રચનાત્મક ભૂમિકા ભજવે. તેમણે ઉમેર્યું કે આવા તત્વો દેશને અસ્થિર કરવાના પ્રયાસોમાં જોડાયેલા છે, જેને ઓળખીને યુવાનોએ સાવચેત રહેવું અનિવાર્ય છે.
 
એક વર્ષમાં 1 કરોડ યુવાઓને AI સ્કિલની ટ્રેનિંગ અપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ભારત સરકાર આગામી એક વર્ષમાં દેશના ૧ કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની સઘન તાલીમ આપશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુવાનોને વૈશ્વિક ટેકનોલોજીના બદલાતા પ્રવાહો સાથે સુસંગત બનાવવાનો અને તેમને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવાનો છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે AI ક્ષેત્રે ભારતની પ્રગતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
 
પેટ્રોલ-ડીઝલ કે ખાતરની કોઇ અછત નથી: પીએમ મોદીનું આશ્વાસન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ખાતરની કોઈ અછત નથી તેવું સ્પષ્ટ આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે અમુક લોકો છે જેમને ફક્ત ડરાવવામાં મજા આવે છે. પરંતુ 2014 બાદના 12 વર્ષોમાં જે યોજના તૈયાર કરવામાં આવી છે તેનાથી દેશ કોઈ પણ સંકટનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે. યુરિયાનો ભાવ દુનિયામાં 3000 રૂપિયાએ પહોંચી ગયો છે પણ અમે આજે પણ દેશના ખેડૂતોને 300 રુપિયામાં આપી રહ્યા છીએ. પેટ્રોલ-ડીઝલના અમુક દેશો વેપનાઈઝ કરી રહ્યા છે.

પીએમ મોદીએ વધુ એક મોટી જાહેરાત કરતાં લાલ કિલ્લા પરથી કહ્યું કે આગામી એક વર્ષમાં એક કરોડથી પણ વધુ યુવાઓને AI સ્કિલ શીખાવાડીશું. તેમને ટ્રેનિંગ આપીને સક્ષમ-પગભર બનાવીશું. આ સાથે યુવાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

PM એ વધુમાં જણાવ્યું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તારણ કરવામાં આવ્યું છે. આ બધી ઝડપ, વિસ્તાર અને સિદ્ધિઓ આઝાદી પછી પહેલીવાર છેલ્લા એક દાયકામાં જોવા મળી છે. જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય અને દેશવાસીઓનું સામર્થ્ય પ્રગટ થતું હોય, ત્યારે 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનો આપણો સંકલ્પ ક્યારેય અધૂરો રહી શકે નહીં. આ તમામ આંકડાઓ સાક્ષી આપે છે કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.

ઈન્ટરનેટ યુઝર્સ લગભગ 4 ગણા અને ઈન્ટરનેટ કન્ઝ્યુમર્સ આશરે 50 ગણા વધ્યા

PM મોદીએ કહ્યું હતું કે, ઈન્ટરનેટ યુઝર્સ લગભગ 4 ગણા અને ઈન્ટરનેટ કન્ઝ્યુમર્સ આશરે 50 ગણા વધ્યા છે. આ સિવાય પેટન્ટ ગ્રાન્ટ થવાની સંખ્યા 4 ગણી વધી છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ગણો વધારો થયો છે. સામાન્ય માનવીની સુવિધા માટે પણ એટલી જ ગંભીરતાથી કામ કરવામાં આવ્યું છે. દર વર્ષે સરેરાશ 15 ગણી ઝડપથી નળથી જળ કનેક્શન આપવામાં આવ્યા, 6 ગણી ઝડપથી ગેસ કનેક્શન અપાયા, 4 ગણી ઝડપથી શૌચાલય અને 3 ગણી ઝડપથી ગરીબોને ઘર આપવાનું કામ થયું છે. દેશના ગવર્નન્સમાં મોટા બદલાવ લાવીને સેંકડો જૂના કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે.

છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું વધ્યું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું વધ્યું છે, ખાલી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન આશરે 5 ગણું થયું છે, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ લગભગ 7 ગણું વધ્યું છે, આધુનિક રેલવે કોચનું નિર્માણ 21 ગણું વધ્યું છે અને મોબાઈલ ફોનનું ઉત્પાદન 33 ગણું વધ્યું છે. આટલું જ નહીં, આધુનિક યુગમાં ડિજિટલ અને ઈનોવેશનની દુનિયામાં પણ ભારતે પોતાનો ડંકો વગાડ્યો છે.

આઝાદી પછી છેલ્લા એક દાયકામાં વિકાસની ઝડપ પહેલા કરતા વધી

PM એ વધુમાં જણાવ્યું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તારણ કરવામાં આવ્યું છે. આ બધી ઝડપ, વિસ્તાર અને સિદ્ધિઓ આઝાદી પછી પહેલીવાર છેલ્લા એક દાયકામાં જોવા મળી છે. જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય અને દેશવાસીઓનું સામર્થ્ય પ્રગટ થતું હોય, ત્યારે 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનો આપણો સંકલ્પ ક્યારેય અધૂરો રહી શકે નહીં. આ તમામ આંકડાઓ સાક્ષી આપે છે કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન