રાજકોટમાં વડાપ્રધાનનો રોડ-શો નહીં યોજાય: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટતા, સમિટ કાર્યક્રમ જ અંતિમ, તૈયારીઓ સ્થગિત જાહેર

રાજકોટમાં વડાપ્રધાનનો રોડ-શો નહીં યોજાય: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટતા, સમિટ કાર્યક્રમ જ અંતિમ, તૈયારીઓ સ્થગિત જાહેર

રાજકોટમાં આગામી તા.11 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંભવિત રોડ-શોને લઈ ઊભી થયેલી ચર્ચાઓ પર આજે સત્તાવાર રીતે પૂર્ણવિરામ મૂકાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વડાપ્રધાનના રોડ-શોના આયોજન અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો જ ન હતો અને હાલ એવો કોઈ કાર્યક્રમ યોજવાનો નથી.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટના મારવાડી કોલેજ ખાતે પહેલીવાર ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમિટનું સત્તાવાર ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનું છે. આ જાહેરાત બાદ ગત સપ્તાહે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી અને સંભવિત રોડ-શોના રૂટનું નિરીક્ષણ પણ કરાયું હતું.

તે સમયે જુના એરપોર્ટ રોડથી શરૂ થઈ રૈયા રોડ, માધાપર ચોકડી થઈ પ્રધાનમંત્રી મોરબી રોડ મારફતે મારવાડી કોલેજ પહોંચે તેવો રોડ-શો યોજાય તેવી ચર્ચા થઈ હતી. આ અનુસંધાને જુના એરપોર્ટ રોડ પર મંડપ અને કમાન સહિતની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
 


પરંતુ આજે અચાનક વડાપ્રધાનનો રોડ-શો નહીં યોજાય તેવી જાહેરાત થતાં સત્તાવાર મંજૂરી વગર શરૂ થયેલી તમામ તૈયારીઓ સ્થગિત કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રોડ-શોના આયોજન બાબતે કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો ન હતો અને માત્ર સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમને જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે સોમનાથથી સીધા મારવાડી કોલેજ ખાતે પહોંચશે અને ત્યાં જ વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. રોડ-શો અંગે ફેલાયેલી અફવાઓને તેમણે આધારવિહિન ગણાવી હતી.

આ જાહેરાત પહેલા વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજકોટ શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે વિવિધ તંત્રો સજ્જ બની ગયા હતા. પોલીસ દ્વારા સંભવિત રૂટ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જ્યારે મહાનગરપાલિકા અને ભાજપ સંગઠન દ્વારા રોડ-શોને લઈ બેઠકોની તૈયારી પણ ચાલી રહી હતી.

પરંતુ આજે સવારે સૌપ્રથમ પોલીસ વિભાગને રોડ-શો નહીં યોજાવાનો સંદેશ મળતા તમામ આયોજન પર બ્રેક લાગી ગઈ. બાદમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવતા સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે.

જુના એરપોર્ટ રોડ પર અગાઉના વડાપ્રધાન રોડ-શો જેવી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું ત્યાં લગાવવામાં આવેલા મંડપ અને કમાન પરથી સ્પષ્ટ દેખાતું હતું. જોકે રોડ-શો રદ્દ થવાની જાહેરાત બાદ હવે મનપા તંત્ર પરનો ભાર પણ ઓછો થયો છે.

હવે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ માટે જરૂરી પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ સુધી જ સીમિત રહેશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ શહેરમાં ચર્ચા છે કે સત્તાવાર જાહેરાત પહેલાં શરૂ થયેલી તૈયારીઓથી ગેરસમજ ઊભી થઈ હતી. જોકે હવે રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે અને વડાપ્રધાનની મુલાકાત માત્ર સમિટના કાર્યક્રમ પૂરતી જ રહેશે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ