સવાલો પૂછવા પર જેન-ઝીને સજા આપવી બંધારણની વિરુદ્ધ: સુપ્રીમ કોર્ટ ન્યાયધીશ ઉજ્જલ ભુયાન

સવાલો પૂછવા પર જેન-ઝીને સજા આપવી બંધારણની વિરુદ્ધ: સુપ્રીમ કોર્ટ ન્યાયધીશ ઉજ્જલ ભુયાન

નવી દિલ્હી,

સત્તા સામે સવાલો કરનારને ધમકાવી પણ ન શકાય

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને વિદ્યાર્થીઓનો બચાવ કર્યો હતો.રવિવારે દિલ્હી લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન આપતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહ્યું હતું કે સવાલો પૂછવા તે નાગરિકતા, લિબર્ટી અને બંધારણીય જવાબદારીનો અત્યંત મહત્વનો હિસ્સો છે. એવામાં સવાલો પૂછવા કે અલગ અભિપ્રાય કે વિચાર ધરાવવા બદલ વિદ્યાર્થીઓની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવી તે ગેરબંધારણીય છે. સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને ધમકાવી પણ ના શકો.

જસ્ટિસ ભુયાને વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં સવાલો પૂછવા એ આજ્ઞાાનું ઉલ્લંઘન ના ગણાય, સવાલો પૂછવા બંધારણીય જવાબદારી છે. એવામાં જો કોઇ વિદ્યાર્થી સત્તા સામે સવાલ પૂછે અથવા અલગ વિચારો ધરાવે તો તેમને ડરાવી ધમકાવી ના શકાય. સજા આપીશું કહીને ધમકાવી ના શકો. આવુ કરવું તે ગેરબંધારણીય અને સત્તાનો દુરુપયોગ ગણાશે. અસંમતિ પ્રત્યે સહિષ્ણુતા રાખવી લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે.

જસ્ટિસ ભુયાને વધુમાં કહ્યું હતું કે બંધારણીય લોકશાહીમાં સત્તામાં બેઠેલા લોકોએ નાગરિકોનો અવાજ સાંભળવો પડે, નાગરિકોએ એકબીજાને સાંભળવા પડે, આપણુ શિક્ષણ સહિષ્ણુતા શીખવે છે, આપણુ દર્શનશાસ્ત્ર પણ સહિષ્ણુતાના પાઠ ભણાવે છે. આપણુ બંધારણ પણ તે જ શીખવે છે. સહિષ્ણુતા બંધારણીય મુલ્યો છે. તમામ લોકો એક સરખી ભાષા કે વિચારો વ્યક્ત કરવા લાગે ત્યારે નહીં પણ અલગ અલગ વિચારો અભિવ્યક્ત કરે અને લોકો તેનું સંમાન સાથે સ્વાગત કરે છે ત્યારે લોકશાહી વધુ અર્થપૂર્ણ બની જાય છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન