ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

નવી દિલ્હી,

બેન્ક કે થર્ડ પાર્ટીની ભૂલ પર મળશે સંપૂર્ણ વળતર

વર્તમાન સમયમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધવાની સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી સુરક્ષિત રહે તે હેતુથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 24 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી ડિજિટલ ફ્રોડનો ભોગ બનતા ગ્રાહકોને વળતરની સુવિધા મળશે. 1 જાન્યુઆરી, 2027થી અમલી બનનાર આ નિયમ હેઠળ, ગ્રાહકની ભૂલ હોય તો પણ તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

નવા નિયમ અનુસાર, જો ફ્રોડ બેન્કની સુરક્ષા ખામી, સિસ્ટમની ખામી કે બેન્ક દ્વારા ગ્રાહકને એલર્ટ ન મળવાને કારણે થયું હશે, તો બેન્ક ગ્રાહકને સંપૂર્ણ રિફંડ ચૂકવવા માટે જવાબદાર રહેશે. તેવી જ રીતે, જો કોઈ પેમેન્ટ એપ, ગેટવે અથવા ટેલિકોમ પ્રોવાઈડર (થર્ડ પાર્ટી)ની ગરબડના કારણે નાણાં ગુમાવવા પડે, તો પણ ગ્રાહકને 'શૂન્ય જવાબદારી' હેઠળ પૂરેપૂરા પૈસા પરત મળશે. આ માટે શરત એટલી છે કે, ગ્રાહકે છેતરપિંડી થયાના 5 કેલેન્ડર દિવસની અંદર સંબંધિત બેન્ક કે સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી આવશ્યક છે.

ગ્રાહકની પોતાની બેદરકારી હશે તો પણ મળશે આર્થિક સહાય

આ નવી પોલિસીનો સૌથી મહત્વનો અને ગ્રાહકલક્ષી પાસું એ છે કે, જો ગ્રાહકની પોતાની બેદરકારી (જેમ કે ફિશિંગ લિંક પર ક્લિક કરવું કે OTP શેર કરવો) ના કારણે ફ્રોડ થયું હશે, તો પણ તેમને વળતર મળી શકશે. જોકે, આ માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
આ નિયમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અને લોકલ એરિયા બેન્કને બાદ કરતાં તમામ કમર્શિયલ બેન્કો પર લાગુ થશે. આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ કરતા લાખો ભારતીય ગ્રાહકોને મોટી રાહત મળશે અને ઓનલાઈન વ્યવહારોમાં તેમનો વિશ્વાસ વધશે.

વળતર માટે શરતો લાગુ

* વળતરની મર્યાદા: ગ્રાહકને વધુમાં વધુ રૂ. 25,000 અથવા નુકસાનના 85% (જે ઓછું હોય તે) વળતર મળશે.
* જીવનમાં એક જ વાર:
આ પ્રકારનું વળતર વ્યક્તિ તેના આખા જીવનમાં માત્ર એક જ વાર મેળવી શકશે.
* વળતરની વહેંચણી: 
આ વળતરની રકમમાં RBI 65%, ગ્રાહકની બેન્ક 10% અને લાભાર્થીની બેન્ક 10% હિસ્સો ભોગવશે.

કયા ટ્રાન્ઝેક્શન પર વળતર અને ક્યારથી નિયમ લાગુ?

આ નવો નિયમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અને લોકલ એરિયા બેન્કને બાદ કરતાં તમામ કમર્શિયલ બેન્ક પર લાગુ થશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2027 કે તેના પછી થનારા તમામ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે લાગુ થઈ જશે. આમાં આજના સમયના તમામ ડિજિટલ પેમેન્ટ મોડ જેવા કે, UPI ટ્રાન્સફર, નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ (પછી ભલે તે કાર્ડ સ્વાઇપ/ટેપ કરીને કરાયું હોય કે ઓનલાઇન ડિટેલ્સ નાખીને) વગેરે તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન