રાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ પ્રી-ક્વાર્ટર સાથે નિર્ણાયક અંતિમ ચરણમાં પ્રવેશી Dec 11, 2025 રાજકોટમાં ગત 4 ડિસેમ્બરથી શરૂ થયેલી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ–2025-26 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ તેમજ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ (રેસકોર્સ) ખાતે આજથી પ્રી-ક્વાર્ટર મેચોની શરૂઆત થતાં કુલ 16 ટીમો વચ્ચે કડક મુકાબલો શરૂ થયો છે. મુખ્ય મહેમાનોની હાજરીથી ખેલાડીઓમાં ઉમંગયુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પુરુષોની પ્રી-ક્વાર્ટર મેચમાં મુખ્ય મહેમાન તરીકેપ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયા, અનેગીરગંગા પરિવાર ટ્રસ્ટના શ્રી દિલીપભાઈ સખિયાહાજર રહ્યા હતા. બંને મહાનુભાવોએ ખેલાડીઓની રમત પ્રતિભાને વધાવી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બીએસએફ ટીમનો દમદાર વિજયઆજરોજ રમાયેલી મહત્વની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં બી.એસ.એફ. ટીમે 5-1થી શાનદાર જીત મેળવી હતી.મેચ પછી વિજેતા ટીમના કેપ્ટન શ્રી મનીષકુમાર તથા મેન ઓફ ધ મેચ શ્રી કમલજીત સિંધુને મુખ્ય મહેમાનોના હસ્તે ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રસંગેનાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદી,ગીરગંગા પરિવારના શ્રી હીરાભાઈ હુંબલવિશેષરૂપે હાજર રહ્યા હતા. ઉપસ્થિત સર્વે મહાનુભાવોને એસીપી ટ્રાફિક શ્રી વિનાયક પટેલના હસ્તે મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી મેચોની તારીખો જાહેરગુજરાત પોલીસ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ અંતર્ગત રાજકોટમાં સતત મેચો ચાલી રહી છે.આગામી કાર્યક્રમ મુજબ—તા. 12 ડિસેમ્બર : ક્વાર્ટર ફાઈનલતા. 13 ડિસેમ્બર : સેમી ફાઈનલતા. 14 ડિસેમ્બર : ફાઈનલ મેચ અને ભવ્ય ક્લોઝિંગ સેરેમનીઅંતિમ દિવસે વિજેતા અને રનર-અપ ટીમોને સન્માનિત કરીને ચેમ્પિયનશિપનો સમાપન સમારોહ યોજાશે. Previous Post Next Post