રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ Jan 13, 2026 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. પ્રથમ વન-ડેમાં વડોદરામાં ભારતની ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે કિવી ટીમ શ્રેણીમાં બરાબરી કરવા મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડ ટીમની નેટ પ્રેક્ટિસમેચ પૂર્વે આજે બપોરે 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેપ્ટન માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, કાઇલ જેમીસન સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો. કિવી ટીમ માટે રાજકોટનું મેદાન નવું હોવાથી તેઓ પરિસ્થિતિને સમજવામાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સાંજે નેટમાં ઉતરશેટીમ ઈન્ડિયા આજે સાંજે 5.30 વાગ્યે નેટ પ્રેક્ટિસ કરશે. કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સહિતના ખેલાડીઓ મેદાનમાં દેખાશે. પંત અને વોશિંગટન સુંદર બહારઈજાને કારણે રિષભ પંત બાદ વોશિંગટન સુંદર પણ રાજકોટની મેચમાં નહીં રમે. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જુરેલે તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી વિજય હઝારે ટ્રોફીમાં 7 મેચમાં 558 રન સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ પિચ, રનનો વરસાદ શક્યનિરંજન શાહ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અત્યાર સુધી અહીં રમાયેલી મેચોમાં મોટા સ્કોર જોવા મળ્યા છે. આવતીકાલની મેચમાં પણ રનફેસ્ટ થવાની પૂરી શક્યતા છે. રોહિત-કોહલી માટે છેલ્લી વન-ડે?ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે રાજકોટની મેચ સંભવિત અંતિમ વન-ડે બની શકે છે. આ કારણે ચાહકોમાં મેચને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વન-ડેનો ઇતિહાસનિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી 4 વન-ડે મેચ રમાઈ છે.ભારતે માત્ર 1 મેચમાં જીત મેળવી3 મેચમાં હારનો સામનો કરવો પડ્યોકુલ મળીને અહીં 13 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટેસ્ટ, T20 અને વન-ડેનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ પહેલીવાર રાજકોટમાં વન-ડે રમશેન્યૂઝીલેન્ડ ટીમ માટે રાજકોટમાં આ પહેલી વન-ડે મેચ છે, જ્યારે ભારતના 8 ખેલાડીઓ અગાઉ અહીં રમવાનો અનુભવ ધરાવે છે. ખેલાડીઓનું ભવ્ય સ્વાગતસોમવારે રાજકોટ પહોંચેલી ટીમ ઈન્ડિયાનું પરંપરાગત ઢોલ-નગારાં અને રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. Previous Post Next Post