ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ Jan 13, 2026 કડકડતી ઠંડી અને શીતલહેર દરમિયાન લોકો સામાન્ય રીતે તરસ ઓછી લાગતી હોવાથી પાણી ઓછું પીવે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી હૃદય પર વધારાનું ભારણ પડે છે અને બ્લડપ્રેસર તેમજ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. ❖ શિયાળામાં કેમ વધે છે બ્લડપ્રેસર?દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. સંજીવ નારંગના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં શરીરની ધમનીઓ સંકોચાઈ જાય છે. આ કારણે લોહીનું દબાણ વધે છે. જો પાણીનું સેવન ઓછું થાય તો લોહી વધુ ઘાટું બને છે, જેનાથી બ્લડપ્રેસર અને લોહીના થક્કા (ક્લોટ) બનવાનો જોખમ વધી જાય છે. ❖ ઓપીડીમાં વધી રહ્યા છે બ્લડપ્રેસરના દર્દીઓડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં ઓપીડીમાં એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જેમનું બ્લડપ્રેસર અગાઉ નિયંત્રણમાં હતું, પરંતુ શિયાળાની ઋતુમાં અચાનક વધી ગયું છે. કેટલાક દર્દીઓમાં પગમાં સોજા આવવાના કેસ પણ નોંધાયા છે. ❖ હાર્ટ એટેક અને શ્વાસની બીમારીનો વધતો ખતરોપાણી ઓછું પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે જ ઠંડી હવા સીધી શ્વાસ દ્વારા શરીરમાં જવાથી શ્વાસની નળી સંકોચાઈ જાય છે, જેના કારણે શ્વાસની તકલીફ, દમ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વધી રહી છે, તેમ ડો. સંજીવ સિંહાએ ચેતવણી આપી છે. ❖ ન્યુમોનિયાના કેસોમાં વધારોશિયાળાની ઋતુમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. ઠંડીને હળવાશથી લેવી નહીં, એવી ડોક્ટરોની સલાહ છે. ❖ ડોક્ટરોની મહત્વની સલાહસપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર બ્લડપ્રેસર ચેક કરવુંશક્ય હોય તો ઘરમાં બ્લડપ્રેસર મશીન રાખવુંપૂરતું પાણી પીવું, તરસ ન લાગે તો પણડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ વધુ ઠંડીમાં સવાર-સાંજ ફરવાનું ટાળવું ❖ બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજીવૃદ્ધોએ ન્યુમોનિયાની રસી લેવવીબાળકોને 3-4 ગરમ કપડાં પહેરાવવાંનવજાત બાળકનું ખાસ ધ્યાન રાખવુંમાથું, કાન અને ગળું ઢાંકીને રાખવુંયોગ્ય અને પોષણયુક્ત આહાર લેવોશિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગતી હોવા છતાં પૂરતું પાણી પીવું, નિયમિત તપાસ કરવી અને ઠંડીથી બચાવના પગલાં લેવાં અત્યંત જરૂરી છે. નાની લાપરવાહી પણ ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. Previous Post Next Post