ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

મુંબઇ શેરબજારમાં એક દિવસની તેજી બાદ આજે ફરી એકવાર ભારે અફડાતફડી વચ્ચે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેકસમાં ઇન્ટ્રા-ડે 400 પોઇન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો અને અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. મોટા ભાગના શેરોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળતાં રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

શરૂઆતમાં બજાર સ્થિર ટોન સાથે ખુલ્યું હતું, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ઇરાન સાથે વેપાર કરવા બદલ વધુ 25 ટકા ટેરીફ લાદવાની ધમકી ઉચ્ચારતા જ બજારનું મનોબળ નબળું પડી ગયું હતું. આ નિવેદન બાદ શેરબજારમાં વેચવાલીનો દબાણ વધી ગયો અને માર્કેટ રેડ ઝોનમાં ઉતરી ગયું હતું.

ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની સકારાત્મક અપેક્ષાઓ પણ આજના સત્રમાં ધૂંધળી પડતી જોવા મળી હતી. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકાના સતત બદલાતા વ્યાપાર નીતિ સંબંધિત પગલાં અને ટેરીફ વોરનું ચિત્ર જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજારમાં આવો ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

આજના સત્ર દરમિયાન મન્નાપુરમ ફાયનાન્સ, ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી, એન્જલ-વન, એચડીએફસી બેન્ક, બીએસઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, નેલ્કો, વેદાંતા અને સ્ટેટ બેન્ક જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ડિક્સન ટેકનોલોજી, ટ્રેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આઇએસબી એગ્રો, વોડાફોન આઇડિયા અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

દિવસના અંતે મુંબઇ શેરબજારનો સેન્સેકસ 236 પોઇન્ટના ઘટાડા સાથે 83,641 પર બંધ થયો હતો. સેન્સેકસે દિવસ દરમિયાન 84,258નું ઊંચું સ્તર અને 83,262નું નીચું સ્તર નોંધાવ્યું હતું. જ્યારે નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 25,730 પર બંધ રહ્યો હતો. નિફ્ટીનું દિવસનું ઊંચું સ્તર 25,899 અને નીચું સ્તર 25,630 રહ્યું હતું.

વિશ્લેષકોના મતે, વૈશ્વિક સ્તરે રાજકીય અને વેપાર સંબંધિત અનિશ્ચિતતા યથાવત રહેતાં ટૂંકા ગાળામાં શેરબજારમાં ચેતનાવાળી અને અસ્થિર ચાલ જોવા મળી શકે છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ