મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ: 11મીએ પીએમ મોદીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન

મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ: 11મીએ પીએમ મોદીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વ્યાપક વ્યાપાર-ઉદ્યોગ સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા. 11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાશે. આ બે દિવસીય કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગિક વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થવાની અપેક્ષા છે.

આ મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સનું ભવ્ય ઉદ્ઘાટન તા. 11 જાન્યુઆરીના રોજ સાંજે 4:50 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન પૂર્વે પ્રધાનમંત્રીનો રોડ શો પણ યોજાશે, જે સમગ્ર રાજકોટ શહેર માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રી શ્રી પિયુષ ગોયલ સહિત અનેક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજરી આપશે. આ ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પંજ પટેલ, સુધીર મેહતા, પરાક્રમસિંહ જાડેજા, ચંદુભાઈ વોરાણી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના નામી ઉદ્યોગ સાહસિકોની હાજરીથી કોન્ફરન્સને વિશેષ મહત્ત્વ મળશે.
 

11 જાન્યુઆરી: ઉદ્યોગ અને નવી તકો પર કેન્દ્રિત સેમિનારો

તા. 11 જાન્યુઆરીના રોજ સવારે 11થી બપોરે 1:30કલાક સુધી વિવિધ વિષયો પર સેમિનારો યોજાશે. જેમાં ગ્રીન ડેટા સેન્ટર, પાવરિંગ સસ્ટેનેબલ ડિજિટલ ગ્રોથ, સિરામિક એજ ઇન્ડિયા, ક્વોલિટી અને ગ્લોબલ કોમ્પિટિશન, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજિયન માટે આર્થિક ગ્રોથ માસ્ટર પ્લાન, ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઊભરતી તકો, ગુજરાત @2047: બ્લુ ઇકોનોમીની તકો તેમજ ભારતને વિશ્વકક્ષાની ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે તૈયાર કરવાની ચર્ચા થશે.

આ ઉપરાંત જાપાન દેશ સાથે સંબંધિત વિશેષ સેમિનારમાં શિપ બિલ્ડિંગ વિકાસ માટેની નીતિ, મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતની ભૂમિકા, મશીન ટૂલ્સ અને એન્જિનિયરિંગ, એક્સપોર્ટ્સ, જેમ્સ એન્ડ જવેલરી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના આધ્યાત્મિક અને કોસ્ટલ ટુરિઝમ વિષયક ચર્ચાઓ યોજાશે.

બપોરે 4:50થી 6 વાગ્યા દરમિયાન ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ત્યારબાદ સાંજે ૫થી ૬:૩૦ કલાક દરમિયાન ગ્રીન ઉદ્યોગ માટે બાયોમાસ, CEO રાઉન્ડ ટેબલ, બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, કાર્બન ટુ ક્રોપ્સ, ગ્રીન સ્ટાર્ટઅપ અને ગુજરાતને ભારતનું એનર્જી ગેટવે બનાવવાના વિષયો પર ચર્ચા થશે.
 

12જાન્યુઆરી: ભવિષ્યની અર્થવ્યવસ્થા અને નવી ટેકનોલોજી પર ફોકસ

તા. 12 જાન્યુઆરીના રોજ સવારના સત્રમાં મિશન 100 ગીગાવોટ: પંચામૃત માટે રાજ્યની પ્રતિબદ્ધતા, એગ્રી વેલ્યુ અને ઓઇલસીડ માર્કેટની તકો, ફિશરીઝ માર્કેટ વિકાસ, બ્લુ બાયો ઇકોનોમી, ડિફેન્સમાં આત્મનિર્ભરતા, પોર્ટ ઉદ્યોગ માટે વિઝન અને રોડમેપ, ઓટો એન્જિનિયરિંગ, ગિફ્ટ સિટી માટે બિઝનેસ તકો, માઇનિંગ ઉદ્યોગનું ભવિષ્ય, રિજનલ MSME કોન્ક્લેવ, મીઠા ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ પર સેમિનારો યોજાશે.

બપોરે 2:30થી 4 વાગ્યા દરમિયાન રિન્યુએબલ એનર્જી, પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી, ગ્રીન હાઇડ્રોજન, પેટ્રોકેમિકલ, ક્લાઇમેટ એનર્જી સિસ્ટમ, વિન્ડ અને ન્યુક્લિયર એનર્જી, AI અને ડિજિટલ માર્કેટિંગ, અલંગ 2.0 શિપ રિસાયક્લિંગ, મહિલા ઉદ્યોગ સાહસિકો, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુજરાત હેરિટેજ પર ચર્ચાઓ થશે.

સાંજે 5:30 થી 6:30 કલાક દરમિયાન સમાપન સમારોહ યોજાશે અને આ ઐતિહાસિક કોન્ફરન્સનું સમાપન થશે.

આ રિજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગિક વિકાસ, રોકાણ આકર્ષણ અને વૈશ્વિક ઓળખ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ