ડૉક્ટરની સલાહ વિના આડેધડ દવા લેતા હોવ તો ચેતી જજો... PM મોદીએ પણ કરી અપીલ Dec 30, 2025 આજના ઝડપી જીવનમાં સામાન્ય તાવ, સર્દી, ઉધરસ કે દુખાવા માટે ઘણા લોકો ડૉક્ટર પાસે જવાની બદલે સીધા નજીકની મેડિકલ સ્ટોર પરથી દવા લઈ લેતા હોય છે. “ઝડપે સાજા થવું” એ વિચારથી લોકો ખાસ કરીને એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ આડેધડ લે છે. પરંતુ આ આદત હવે દેશ માટે ગંભીર આરોગ્ય સંકટ બની રહી છે. વિજ્ઞાનીઓથી લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબત પર ચિંતા વ્યક્ત કરી છે.તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે જનતાને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “ડૉક્ટરની સલાહ વિના દવા લેવી માત્ર વ્યક્તિગત જોખમ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ખતરનાક છે.” શું છે એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ?જ્યારે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા પરોપજીવી સમય જતાં બદલાઈ જાય છે અને તેમની સામે વપરાતી દવાઓ, ખાસ કરીને એન્ટિબાયોટિક્સ, તેમની ઉપર અસર કરવાનું બંધ કરી દે છે, ત્યારે તેને એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં સામાન્ય દવાઓ કામ કરતી નથી અને દર્દીને વધુ ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે.વિશેષજ્ઞોના મતે, એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી અને ખોટો ઉપયોગ આ સમસ્યાનું મુખ્ય કારણ છે. વાયરલ તાવ કે સર્દી માટે એન્ટિબાયોટિક્સ લેવાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ બેક્ટેરિયાને વધુ શક્તિશાળી બનવાની તક મળે છે. દવાની દુકાન પરથી સીધી દવા લેવી કેમ જોખમી?ઘણા લોકો બીમાર પડ્યા બાદ સૌથી પહેલા ડૉક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોર પર જાય છે. ત્યાં બીમારીની વાત કહીને દવા લઈ લે છે, ઘણી વખત તો પ્રિસ્ક્રિપ્શન વિના જ એન્ટિબાયોટિક્સ મળી જાય છે. લોકો એ પણ વિચારતા નથી કે તેમની બીમારી વાયરલ છે કે બેક્ટેરિયલ.દિલ્હીના અનેક વિસ્તારોમાં કરાયેલા એક સર્વે મુજબ, મોટાભાગના લોકો સ્વ-ઉપચાર તરીકે દવાઓ લે છે. આ વૃત્તિ માત્ર તેમને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને જોખમમાં મૂકે છે. અધૂરો કોર્સ – સૌથી મોટી ભૂલએન્ટિબાયોટિક્સ લીધા પછી થોડા દિવસમાં રાહત મળે એટલે ઘણા લોકો દવાનો કોર્સ અધૂરો છોડી દે છે. પરંતુ આ સૌથી ખતરનાક ભૂલ છે. અધૂરા કોર્સના કારણે બેક્ટેરિયા સંપૂર્ણપણે નષ્ટ થતા નથી, પરંતુ વધુ મજબૂત બની જાય છે. પરિણામે, આગામી વખત તે જ દવા કામ કરતી નથી.આ રીતે “સુપર બગ” કહેવાતા અત્યંત શક્તિશાળી બેક્ટેરિયા ઊભા થાય છે, જે સામાન્ય દવાઓ સામે લડી શકે છે. ICMR અને AIIMSની ગંભીર ચેતવણીભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને AIIMSના નિષ્ણાતોના રિપોર્ટ અનુસાર, ભારતમાં ઘણા બેક્ટેરિયામાં દવાઓ સામે લડવાની ક્ષમતા 70થી 80 ટકા સુધી પહોંચી ગઈ છે. એટલે કે, 10માંથી 7થી 8 દર્દીઓ પર સામાન્ય દવાઓ અસર કરતી નથી.વિજ્ઞાનીઓએ આ સ્થિતિને “સાયલન્ટ મહામારી” તરીકે ઓળખાવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો 2050 સુધીમાં એન્ટિબાયોટિક્સ બેઅસર બની શકે છે, જેના કારણે સામાન્ય ઈન્ફેક્શન, સર્જરી, ડિલિવરી અને ન્યુમોનિયા જેવી બીમારીઓ પણ જીવલેણ બની શકે છે. એન્ટિબાયોટિક્સ છેલ્લું હથિયાર છેતબીબી નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે એન્ટિબાયોટિક્સ કોઈ સામાન્ય દવા નથી, પરંતુ ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામેનું છેલ્લું હથિયાર છે. જો આ હથિયારનો બિનજરૂરી ઉપયોગ કરવામાં આવશે તો ભવિષ્યમાં આપણા હાથમાં કોઈ વિકલ્પ નહીં રહે. શું કરવું જરૂરી?બીમાર પડો ત્યારે સ્વ-ઉપચાર ન કરોડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ન લોદવાનો પૂરું કોર્સ જરૂરથી પૂરો કરોસામાન્ય તાવ કે સર્દી માટે એન્ટિબાયોટિક્સથી દૂર રહોવડાપ્રધાન મોદીએ પણ અપીલ કરી છે કે, “આ લડાઈ સરકાર કે ડૉક્ટરની નહીં, પરંતુ દરેક નાગરિકની છે.” જવાબદાર વર્તન જ આપણું અને આવનારી પેઢીનું સ્વાસ્થ્ય બચાવી શકે છે. Previous Post Next Post