“ખેલશે ગુજરાત – ખીલશે ગુજરાત” અંતર્ગત રાજ્યકક્ષાની 6મી ઓસમ આરોહણ–અવરોહણ સ્પર્ધા યોજાઈ

“ખેલશે ગુજરાત – ખીલશે ગુજરાત” અંતર્ગત રાજ્યકક્ષાની 6મી ઓસમ આરોહણ–અવરોહણ સ્પર્ધા યોજાઈ

ઓસમ ડુંગરની ગોદમાં જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં રાજ્યકક્ષાની 6મી “ઓસમ આરોહણ–અવરોહણ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. “ખેલશે ગુજરાત – ખીલશે ગુજરાત” અભિયાન અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધાનો શુભારંભ ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી બતાવી કર્યો હતો.

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 423 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે કુલ 20 વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2.34 લાખના ઇનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 

ભાઈઓ અને બહેનોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

સ્પર્ધામાં ભાઈઓના વર્ગમાં મારવાણીયા વિહાર9.42 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે બહેનોના વર્ગમાં બાવળીયા ત્રિશા12.11 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સ્પર્ધાનો માર્ગ પાટણવાવ ખાતે ઓસમ ડુંગર ઉપર આવેલા માત્રી માતાના મંદિરથી શરૂ થઈ ટપકેશ્વર મહાદેવ થઈ તળેટી સુધીનો રહ્યો.
 

ખેલકૂદથી ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ મજબૂત બને છે

ઈનામ વિતરણ પ્રસંગે ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, “આવનારા 10 વર્ષ ભારતના યુવાનો માટે સુવર્ણ સમય છે. રમતગમતમાં આગળ રહેલા બાળકોની ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ અન્ય બાળકો કરતાં વધારે મજબૂત હોય છે.”
તેમણે માતા-પિતાને બાળકોને મોબાઇલથી દૂર રાખી મેદાનમાં આવવા પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

ડૉ. પાડલીયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, જેમાં વિશ્વના 112 દેશો ભાગ લેશે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક રમતો યોજાવાની શક્યતાઓ પણ ઉજ્જવળ છે. ઓસમ ડુંગર ખાતે યોજાયેલી આ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં ગીરનાર ખાતે યોજાનારી સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
 

ટેકનોલોજી આધારિત સ્પર્ધા આયોજન

સ્પર્ધાનું પરિણામ ચેસ્ટ નંબર અને Radio Frequency Identification (RFID) ચીપ સિસ્ટમના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ Sports Authority of Gujarat દ્વારા આપવામાં આવેલી કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજનમાં શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો સક્રિય સહકાર રહ્યો હતો.
 

ઇનામો અને વિશેષ સન્માન

રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં

  • પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને રૂ. 25,000,
  • દ્વિતીય ક્રમે રૂ. 20,000,
  • તૃતીય ક્રમે રૂ. 15,000,

આ રીતે ક્રમ 1 થી 10 સુધીના વિજેતા ખેલાડીઓને કુલ રૂ. 2.34 લાખના ઇનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે ઉપલેટાની કોલેજના ફિઝિકલ એજ્યુકેશન પ્રોફેસર શ્રી બુટાણી તથા ફિટનેસ કોચ શ્રી પેથાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પાટણવાવ ગામના અગ્રણી શ્રી રાજુભાઈ પેથાણી દ્વારા વિજેતા સ્પર્ધકોને રૂ. 51,000ની રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 

વિશાળ ઉપસ્થિતિ

કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રવિભાઈ વડાલીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, સરપંચ શ્રી પ્રવીણભાઈ, અગ્રણી શ્રી મયુરભાઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પોલીસ, ફોરેસ્ટ વિભાગ, PGVCL, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ