અમેરિકામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કોગ્નિઝન્ટ સહિતની IT કંપનીઓ રડારમાં

અમેરિકામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કોગ્નિઝન્ટ સહિતની IT કંપનીઓ રડારમાં

નવી દિલ્હી,

ઉપપ્રમુખ જે.ડી. વેન્સની ટાસ્ક ફોર્સ દ્વારા કડક તપાસ
 
અમેરિકામાં H-1B અને PERM વર્ક વિઝાના દુરુપયોગ અને કથિત છેતરપિંડી સામે અમેરિકાની સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કડક કાર્યવાહી હેઠળ ભારતની દિગ્ગજ આઈટી કંપની 'કોગ્નિઝન્ટ' (Cognizant) સહિત અનેક મોટી કંપનીઓ અમેરિકી એજન્સીઓના રડારમાં આવી ગઈ છે, જેના કારણે આ ક્ષેત્રમાં ફફડાટ ફેલાયો છે.
વિઝા સાથે જોડાયેલા આ ગોરખધંધા અને ગેરરીતિઓને નાથવા માટે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સની આગેવાની હેઠળ એક ખાસ 'ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ' (Task Force to Eliminate Fraud) બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ અત્યંત સક્રિય રીતે વિઝા પ્રક્રિયામાં થઈ રહેલી અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. અમેરિકી શ્રમ વિભાગના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તપાસનો હેતુ વિઝા સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો અને નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પર લગામ લગાવવાનો છે.

અમેરિકી શ્રમ વિભાગની 'ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ'  દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અહેવાલો અનુસાર, કેટલીક કંપનીઓ અને લેબર બ્રોકર્સે ભેગા મળીને વિઝા મેળવવા માટે નકલી અરજીઓ  કરી હતી. આ કૌભાંડમાં મુખ્યત્વે વિઝા મેળવવા માટે કંપનીઓ દ્વારા ખોટા દસ્તાવેજો અને બનાવટી અરજીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. વિદેશી કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું છે. વિદેશી કર્મચારીઓના ગેરકાયદેસર ઉપયોગને કારણે અમેરિકી નાગરિકોની નોકરીઓ છીનવાઈ હોવાના ગંભીર આરોપો પણ તપાસમાં સામે આવ્યા છે. આગામી સમયમાં આ તપાસ કેટલા મોટા વળાંક લે છે, તેના પર સમગ્ર ભારતીય IT જગતની નજર ટકેલી છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન