સૌરાષ્ટ્રમાં વાતાવરણનો પલટો : સવારનું તાપમાન 2થી 5 ડિગ્રી ઉંચકાતાં ઠંડી ગાયબ, ધાબડિયું વાતાવરણ છવાયું

સૌરાષ્ટ્રમાં વાતાવરણનો પલટો : સવારનું તાપમાન 2થી 5 ડિગ્રી ઉંચકાતાં ઠંડી ગાયબ, ધાબડિયું વાતાવરણ છવાયું

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. સવારના સમયે લઘુતમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ હતી. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ 70થી 80 ટકા સુધી પહોંચતાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ધાબડિયું વાતાવરણ સર્જાયું હતું.

રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભેજ 79 ટકા સુધી પહોંચ્યો હતો. આકાશમાં વાદળછાયા માહોલને કારણે ઠંડી સામાન્ય બની હતી. જોકે, રાજ્યમાં માત્ર નલિયામાં 8.6 ડિગ્રી સાથે તીવ્ર ઠંડી યથાવત રહી હતી.

અન્ય શહેરોમાં પોરબંદર 12.8, સુરત 20, વેરાવળ 18.7, અમદાવાદ 15.9, અમરેલી 14.6, વડોદરા 16.8, ભાવનગર 17.7, ભુજ 12.6, દમણ 16.2, ડિસા 11.8, દિવ 15.8, દ્વારકા 15.8, ગાંધીનગર 15.5 અને કંડલા ખાતે 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

જામનગર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. જોકે, સૂર્યાસ્ત બાદ ઉત્તર-પૂર્વ દિશાથી 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા બર્ફિલા પવનના કારણે વાતાવરણ ફરી ટાઢું બન્યું હતું અને જનજીવન ઠીંગરાયું હતું.
 
જામનગરમાં ચાલુ સિઝનમાં મોડી શરૂ થયેલી ઠંડી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જોર પકડતી જોવા મળી હતી. આજે શહેરમાં લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 14.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. ભેજ 67 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8.8 કિમી પ્રતિ કલાક રહી હતી.

સોરઠા વિસ્તારમાં ગઈકાલે 10 ડિગ્રીથી નીચે ગયેલા તાપમાન બાદ આજે ફરી 4.2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. પવનની ગતિ ઘટતા ઠંડીમાં થોડી રાહત મળી છે. આજે સવારનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી, ભેજ 88 ટકા અને પવનની ઝડપ 3.7 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ