લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ સાથે સ્વદેશી હાટમાં ગુજરાતની પરંપરાગત કલાનું વૈશ્વિક મંચે ભવ્ય પ્રદર્શન

લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ સાથે સ્વદેશી હાટમાં ગુજરાતની પરંપરાગત કલાનું વૈશ્વિક મંચે ભવ્ય પ્રદર્શન

“લોકલ ટુ ગ્લોબલ”ના દૃઢ ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક પ્રતિભાશાળી કલાકારોને વૈશ્વિક મંચ મળે તે દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત દેશ-વિદેશથી આવનાર મહાનુભાવોને ગુજરાતની સમૃદ્ધ પરંપરાગત કલા અને હસ્તકલા સાથે પરિચિત કરાવવા માટે વાઈબ્રન્ટ એક્ઝિબિશનમાં ‘સ્વદેશી હાટ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય શુભારંભ થનાર છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ, કમિશ્નરશ્રી – કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ સ્વદેશી હાટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વદેશી હાટમાં કુલ 28 સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 24 આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલો અને 4 લાઈવ ડેમોન્સ્ટ્રેશન સ્ટોલોનો સમાવેશ થાય છે. આ હાટમાં 4 જીવંત નિદર્શન, 21 હાથશાળ-હસ્તકલાના કારીગરો, 1 ગરવી-ગુર્જરી તથા 2 ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાઓ ભાગ લેશે.

આ પ્રદર્શનની વિશેષતા એ છે કે તેમાં રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કારીગરો, લુપ્ત થતી કલાઓના નિષ્ણાતો તેમજ 12 માસ્ટર કારીગરો પોતાની અનન્ય કળાનું પ્રદર્શન કરશે. ઈવેન્ટમાં આવનાર ડેલીગેશન, મુલાકાતીઓ તથા સ્થાનિક જનતા માટે ગુજરાતની શ્રેષ્ઠ કળાઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન ખાસ આકર્ષણરૂપ રહેશે.

સ્વદેશી હાટમાં કચ્છમાંથી રોગાન આર્ટ, કચ્છી ભરતકામ, બાંધણી, અજરખ બ્લોક પ્રિન્ટ, ભુજોડી શાલ, લેધરવર્ક, સુફ ભરતકામ, કોપરબેલ, દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા શાલ, ભાવનગરનું મોતીકામ, મોરબીની પોટરી, સુરેન્દ્રનગરનું ટાંગલીયા વણાટ કામ જેવી વિશિષ્ટ કલાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લાનું રોગાન આર્ટ, મડ મિરર વર્ક, હેન્ડલુમ ફેબ્રિક્સ અને ખરડ વિવિંગ; સુરેન્દ્રનગરનું ટાંગલીયા; રાજકોટનું પટોળું; ભાવનગરનું મોતીકામ અને કોયરવર્ક; પોરબંદરનું વાંસકામ; જુનાગઢની એમ્બ્રોઈડરી; બોટાદ અને મોરબીનું માટીકામ; દેવભૂમિ દ્વારકાની શાલ; અમરેલીની એમ્બ્રોઈડરી; ગીર-સોમનાથનું હેન્ડલુમ તથા જામનગરની બાંધણી જેવા સ્ટોલો પણ વિશેષ આકર્ષણ રહેશે.

વાઈબ્રન્ટ એક્ઝિબિશનમાં યોજાનાર સ્વદેશી હાટ માત્ર પ્રદર્શન નહીં પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનું એક શક્તિશાળી માધ્યમ બનશે, જે “લોકલ ટુ ગ્લોબલ”ના સંકલ્પને સાર્થક બનાવશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ