મહિલા પ્રીમિયર લીગનો આજે ભવ્ય પ્રારંભ, મુંબઈ-બેંગ્લોર મુકાબલો; હરમનપ્રીત, સ્મૃતિ, દીપ્તિ અને શેફાલી રહેશે આંચ પર

મહિલા પ્રીમિયર લીગનો આજે ભવ્ય પ્રારંભ, મુંબઈ-બેંગ્લોર મુકાબલો; હરમનપ્રીત, સ્મૃતિ, દીપ્તિ અને શેફાલી રહેશે આંચ પર

મહિલા ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ખાસ બની રહ્યો છે, કારણ કે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 નો આજથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ લીગ 5 ફેબ્રુઆરી સુધી નવી મુંબઈ અને બરોડા ખાતે યોજાશે.

આ ચાર અઠવાડિયાના રોમાંચક ટુર્નામેન્ટમાં કુલ 22 મેચો રમાશે, જેમાં દેશ-વિદેશની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરો પોતાની પ્રતિભા બતાવશે.
 

અનુભવી ચેમ્પિયન અને ખિતાબની રાહ જોતી ટીમો

મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને ટીમો પાસે WPL ટાઇટલ જીતવાનો અનુભવ છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ દરેક સિઝનમાં ફાઇનલ સુધી પહોંચ્યા હોવા છતાં ખિતાબથી વંચિત રહી છે. ઉત્તર પ્રદેશ વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ સુધી ટ્રોફી જીતવાની રાહ જોવી પડી રહી છે.
 

આ સિઝન શા માટે ખાસ છે?

આ સીઝન પાછલી ત્રણ સિઝન કરતાં અનેક રીતે અલગ અને વિશેષ માનવામાં આવી રહી છે. ભારતીય મહિલા ટીમની આંતરરાષ્ટ્રીય સફળતા બાદ હવે દર્શકોનો ઉત્સાહ અને ખેલાડીઓની લોકપ્રિયતા નવા શિખરે પહોંચી છે.
હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને શેફાલી વર્મા હવે માત્ર ક્રિકેટર નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવના પ્રતિક બની ચૂક્યા છે.

આ વખતે ભારતીય મહિલા ખેલાડીઓ દબાણ હેઠળ નહીં, પરંતુ વિશ્વ ચેમ્પિયન તરીકેના આત્મવિશ્વાસ સાથે ટુર્નામેન્ટમાં ઉતરશે. અપેક્ષાઓ ઊંચી છે અને તેને સાકાર કરવા માટે ખેલાડીઓ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.
 

IPL જેવી જ બદલાવની આશા

જેમ 2007ના T20 વર્લ્ડ કપ બાદ IPL એ ભારતીય પુરુષ ક્રિકેટરોનું નસીબ બદલ્યું હતું, તેવી જ રીતે ભારતીય મહિલા ટીમની સફળતા બાદ WPL હવે મહિલા ક્રિકેટરો માટે કારકિર્દી બદલનારી લીગ બનતી જોવા મળી રહી છે.
 

વર્લ્ડ કપ માટે તૈયારીનું મેદાન

2026માં ઈંગ્લેન્ડમાં યોજાનારા મહિલા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા, WPL ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ તૈયારીનું મંચ બની રહેશે. અહીંનું પ્રદર્શન, કુશળતા અને ટીમ સંયોજન સીધું જ વર્લ્ડ કપની પસંદગી પર અસર કરી શકે છે.
 

નવી પ્રતિભાઓ પર રહેશે નજર

ગયા સિઝનમાં ક્રાંતિ ગૌડ, કાશ્વી ગૌતમ અને શ્રી ચરણી જેવી યુવા પ્રતિભાઓ સામે આવી હતી. આ સિઝનમાં પણ નવા નામો ચમકે તેવી આશા છે. એટલા માટે WPL હવે ફક્ત એક લીગ નહીં, પરંતુ ભવિષ્યના ક્રિકેટરો ઘડતી ફેક્ટરી બની ગઈ છે.

મેચનો સમય

  • બપોરના મેચ: ભારતીય સમયાનુસાર બપોરે 3:30 વાગ્યે
  • રાત્રિના મેચ: ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે
    ટોસ: મેચ શરૂ થવાના અડધો કલાક પહેલાં થશે
     

 

ટીમ સ્ક્વોડ

♦ મુંબઈ ઇન્ડિયન્સ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), જી. કમલિની (વિકેટકીપર), રાહિલા ફિરદૌસ (વિકેટકીપર), હેલી મેથ્યુસ, અમનજોત કૌર, એમેલિયા કેર, નેટ શીવર-બ્રન્ટ, નિકોલા કેરી, શબનિમ ઇસ્માઇલ, પૂનમ ખેંમાર, મિલી ગૈંવર્થ, એસ. સંજાના, સંસ્કૃતિ ગુપ્તા, સાયકા ઈશક, ક્રાંતિ રેડ્ડી, ત્રિવેણી વશિષ્ઠ.
 

♦ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

સ્મૃતિ મંધાના, રિચા ઘોષ (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ગૌતમી નાઈક, ગ્રેસ હેરિસ, નાદીન ડી ક્લાર્ક, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, અંધતિ રેડ્ડી, લોરેન બેલ, ડી. હેમલથા, સાયલી સતધરે, ડી. લિન્સી સ્મિથ, પ્રેમા રાવત, કુમાર પ્રત્યુષા.
 

♦ દિલ્હી કેપિટલ્સ

જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), તાન્યા ભાટિયા (વિકેટકીપર), એમ. મમથા (વિકેટકીપર), લૌરા વોલ્વાર્ડ, શેફાલી વર્મા, મેરિઝાન કેપ, ચિનેલ હેનરી, લિઝેલ લી, એલાના કિંગ, લ્યુસી હેમિલ્ટન, સ્નેહા રાણા, મીનું મણી, શ્રી ચરણી, દિયા યાદવ, નિક્કી પ્રસાદ, નંદની શર્મા.
 

♦ યુપી વોરિયર્સ

મેગ લેનિંગ (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વિકેટકીપર), શિપ્રા ગિરી (વિકેટકીપર), કિરણ નવગીરે, હરલીન દેઓલ, ફોબી લિચફિલ્ડ, દીપ્તિ શર્મા, ડિઆન્ડ્રા ડોટિન, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગોડ, પ્રતિકા રાવલ, સીમરન શેખ, કલો ટ્રાયોન, જી ત્રિશા, સુમન મીના, ચાર્લી નોટ.
 

♦ ગુજરાત જાયન્ટ્સ

એશલે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શિવાની સિંઘ (વિકેટકીપર), ડેની વ્યાટ-હોજ, સોફી ડેવાઇન, જ્યોર્જિયા વેરહેમ, કિમ ગાર્થ, રેણુકા સિંઘ ઠાકુર, તિતાસ સાધુ, કંજાવર રાજુકા, તનુતકા રાજવી, ભારતી ફુલમાલી, હેપ્પી કુમાર, અનુષ્કા શર્મા, આયુષી સોની.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ