બિહારમાં આજે ઐતિહાસિક ક્ષણ: મોદીની હાજરીમાં નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે

બિહારમાં આજે ઐતિહાસિક ક્ષણ: મોદીની હાજરીમાં નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે

બિહારમાં એનડીએની જીત બાદ હવે નવી સરકારની તાજપોશીનો દિવસ આવી પહોંચ્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના નેતા નીતિશ કુમાર આજે ગુરુવારે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લેશે. આ સાથે તેઓ રાજ્યના રાજકીય ઈતિહાસમાં અનોખો રેકોર્ડ સ્થાપશે. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના ટોચના નેતાઓ હાજર રહેશે.

ગાંધી મેદાનમાં મુખ્ય મંચ સાથે VIP મહેમાનો માટે વિશેષ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. શપથ પહેલાં નીતિશ કુમારે નિયમ મુજબ પોતાનું રાજીનામું રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને સોંપ્યું હતું. આ સમયે એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાન, આરએલએમના વડા ઉપેન્દ્ર કુશવાહા અને યુપીના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય હાજર રહ્યા હતા. નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થનપત્ર આપીને સરકાર રચવાનો દાવો પણ કરવામાં આવ્યો.

નીતિશ કુમારે અગાઉ પણ ચાર વખત નવેમ્બર મહિનામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ વખતે પણ તેઓ પોતાની ઓળખાયેલા ટીમ સાથે સરકાર શરુ કરવા માગે છે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા ઉપમુખ્યમંત્રી તરીકે પદમુક્ત થાય તેવી દૃઢ શક્યતા છે.

વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નીતિશ કુમારે જણાવ્યું હતું કે બિહાર છેલ્લા વર્ષોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે અને હવે વિકાસની ગતિ વધુ તેજ થશે. તેમણે પૂર્વ સરકારો પર વિકાસના અભાવનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે 2005 પછી જ બિહાર સાચા અર્થમાં આગળ વધવા લાગ્યું છે.

સૂત્રો અનુસાર નીતિશ કુમાર સાથે 18 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. મોટા ભાગે જૂના મંત્રીઓને જ ફરી તક મળવાની સંભાવના છે. સાથે જ ત્રણ મહિલા મંત્રીઓનો પણ સમાવેશ થવાની ચર્ચાઓ છે.

આજનો શપથ ગ્રહણ સમારોહ બિહાર માટે રાજકીય તેમજ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે નીતિશ કુમારનું 10મો કાર્યકાળ રાજ્યની રાજનીતિમાં એક નવો અધ્યાય લખશે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો