દિલ્હી બ્લાસ્ટ બાદ પીએમ મોદીની કડક ચેતવણી : “જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે”

દિલ્હી બ્લાસ્ટ બાદ પીએમ મોદીની કડક ચેતવણી : “જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે”

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોનાં મોત નિપજ્યાં છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુતાન પ્રવાસથી પરત ફર્યા બાદ સીધા ઍરપોર્ટ પરથી LNJP હૉસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી અને તેમની તબિયત અંગે માહિતી મેળવી. પીએમ મોદીએ ડૉક્ટરો તથા હોસ્પિટલ અધિકારીઓ સાથે ચર્ચા કરીને સારવારની વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો.

આ અવસરે પીએમ મોદીએ જણાવ્યું કે, “આ હુમલા પાછળ જે લોકો છે, તેઓને ન્યાયના કઠગાળા સુધી લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે.”

દિલ્હી પોલીસે અને કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. સમગ્ર રાજધાનીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ તમામ સંદિગ્ધ લોકોને કડક નજર હેઠળ રાખી રહી છે.

પીએમ મોદીએ ટ્વિટર મારફતે પણ દેશવાસીઓને આશ્વાસન આપ્યું કે સરકાર આ ઘટનાના જવાબદાર લોકોને ક્યારેય છોડશે નહીં અને દરેક પીડિતને ન્યાય મળશે.

આ બ્લાસ્ટને લઈને સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે, પરંતુ સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ થતાં લોકોમાં થોડી શાંતિ જોવા મળી રહી છે.

You may also like

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ 'વૉર રિસ્ક સરચાર્જ' લાદી દેવાતા ગુજરાતના નિર્યાતકો ફસાયા, 500 કરોડનું નુકસાન GE

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ 'વૉર રિસ્ક સરચાર્જ' લાદી દેવાતા ગુજરાતના નિર્યાતકો ફસાયા, 500 કરોડનું નુકસાન GE

ધોની બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી દિલચસ્પ ઈચ્છા

ધોની બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી દિલચસ્પ ઈચ્છા

શેર બજારમાં તોફાની તેજી – સેન્સેક્સ 567 અને નિફ્ટી 172 પોઈન્ટ ઉછળ્યા, જાણો પાછળના 4 મુખ્ય કારણો

શેર બજારમાં તોફાની તેજી – સેન્સેક્સ 567 અને નિફ્ટી 172 પોઈન્ટ ઉછળ્યા, જાણો પાછળના 4 મુખ્ય કારણો

બ્રેઈન હેમરેજ બાદ સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા – એક મહિનાની સારવાર પછી તબિયત સ્થિર

બ્રેઈન હેમરેજ બાદ સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા – એક મહિનાની સારવાર પછી તબિયત સ્થિર