ધ્રોલમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપી સોના-ચાંદીના દાગીનાં સાથે ઝડપાયા Nov 13, 2025 જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા બનેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.1 લાખ 55 હજારની કિંમતનો સોના-ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો છે.ધ્રોલ શહેરના રહેવાસીના મકાનમાંથી બે દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ તાળું તોડી ચોરી અંજામ આપી હતી. ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ધ્રોલ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રો દ્વારા તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસે ખાનગી બાતમીના આધારે જેઠાપીર દરગાહ નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બે શખ્સો ચોરીનો મુદ્દામાલ લઈને કિસ્મત હોટલ તરફ જતા જોવા મળ્યા. પોલીસે તરત જ કાર્યવાહી કરી યુવક (ઉંમર 31, ધંધો-કલરકામ, રહે રજવી સોસાયટી, ધ્રોલ) અને બીજો યુવક (ઉંમર 28, ધંધો-હેર કટીંગ, હાલ રહે વિકટોરીયા પુલ બારદાનવાલા કોમ્પ્લેક્સ, જામનગર, મૂળ ધ્રોલ) ને ઝડપી લીધા હતા.બન્ને આરોપીઓ પાસેથી ચોરી કરેલ દાગીના કબજે કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે શાહનવાઝ ઉર્ફે સાનુડો સામે અગાઉ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે, જ્યારે એક યુવક સામે ધ્રોલ, કાલાવડ અને રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.આ કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી. પોલીસે હાલ આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે કે અન્ય ચોરીના ગુનામાં તેમનો કોઈ હાથ છે કે નહીં. Previous Post Next Post