રાજકોટ જિલ્લામાં 29 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ : અત્યાર સુધી 4030 ખેડૂતોની મગફળી ખરીદાઈ Nov 13, 2025 રાજકોટ જિલ્લામાં ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 29 ખરીદી કેન્દ્રો પર મગફળીની ખરીદી કાર્યરત છે. અત્યાર સુધીમાં 1.77 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે, જ્યારે 4030 ખેડૂતોની મગફળીની ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે.કલેક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ખેડૂતોને સરળતાથી લાભ મળી રહે તે માટે તમામ કેન્દ્રોમાં વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાઈ છે. ખરીદી પ્રક્રિયામાં વિલંબ ન થાય તે માટે પૂરતી તોળવાની અને સંગ્રહ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને અનુકૂળ સમયમર્યાદામાં ટોકન દ્વારા બોલાવવાની વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે.કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, હવે મગફળીની ખરીદીની પ્રક્રિયા વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે, જેથી વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણનો લાભ મળી શકે.સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું આ અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે, જેમાં રાજકોટ જિલ્લો પણ સક્રિયપણે જોડાયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ખરીદી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.રાજકોટ જિલ્લાના કૃષિ વિભાગ અને માર્કેટિંગ યાર્ડના સંકલનથી ખેડૂતોને યોગ્ય મૂલ્ય મળે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. Previous Post Next Post