બેંક ઓફ બરોડા જામનગર રીજન દ્વારા કાલાવડમાં ‘કિસાન પખવાડા’ ઉજવણી : 64 કરોડ રૂપિયાની કૃષિ લોનનું વિતરણ Nov 13, 2025 કાલાવડ ખાતે બેંક ઓફ બરોડા, જામનગર રીજનલ કચેરી દ્વારા “કિસાન પખવાડા” કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામ્ય આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા કુલ રૂ. 64 કરોડની કૃષિ લોન મંજૂર કરવામાં આવી, જેના લાભાર્થી તરીકે 152થી વધુ ખેડૂતોને આર્થિક સહાય મળી.આ પ્રસંગે બેંકના જનરલ મેનેજર મુખ્તાર સિંહ, ડેપ્યુટી જનરલ મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ) સુશીલ કુમાર, રીજનલ મેનેજર દિવાકર ઝા, ડીઆરએમ નવિ સહા તથા અન્ય અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), ફૂડ એગ્રો લોન, પશુપાલન અને ખેતીના સાધનો માટેની લોન (BAHF KCC), ટ્રેક્ટર અને પાક લોન, તેમજ મહિલા સશક્તિકરણ માટે માઇક્રોફાઈનાન્સ અને સ્વસહાય જૂથ લોન (SHG) જેવી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું.બેંક અધિકારીઓએ જણાવ્યું કે બેંક ઓફ બરોડા હંમેશા ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ રહી છે. ખેડૂતોને સસ્તી વ્યાજદરે લોન, આધુનિક ખેતી સાધનો અને આર્થિક સહાય પૂરી પાડીને કૃષિ ક્ષેત્રને વધુ પ્રગતિશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં નાણાકીય જાગૃતિ અને સ્વાવલંબનનો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો હતો. Previous Post Next Post