જુનાગઢ મુકિત દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રભારી મુકેશ દાસાણી દ્વારા સન્માન Nov 13, 2025 જુનાગઢમાં તાજેતરમાં જુનાગઢ મુકિત દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જામનગર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ તથા જુનાગઢના ભાજપ પ્રભારી મુકેશભાઇ દાસાણીએ મુખ્યમંત્રીનું આત્મિય સ્વાગત અને સન્માન કર્યું હતું.મુકેશ દાસાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કર્યું હતું. આ સાથે જુનાગઢ શહેર ભાજપ અધ્યક્ષ, મેયર, સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુનાગઢના આગામી વિકાસ કાર્યો, પર્યટન પ્રોત્સાહન અને શહેરી સુવિધાઓના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું.જુનાગઢ મુકિત દિવસના આ અવસરે મુખ્યમંત્રીએ શહેરની જનતા અને ભાજપ કાર્યકરોના ઉત્સાહની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સૌના સહયોગથી જુનાગઢના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. Previous Post Next Post