જામનગરમાં મેદસ્વિતા મુક્તિ માટે 30 દિવસીય યોગ અભિયાનનો પ્રારંભ

જામનગરમાં મેદસ્વિતા મુક્તિ માટે 30 દિવસીય યોગ અભિયાનનો પ્રારંભ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વ આજે દર વર્ષની 21મી જૂન તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવે છે. યોગના આ મહિમાને વધુ મજબૂત કરવા અને ગુજરાતને “મેદસ્વિતા મુક્ત” બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકારના “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં એકસાથે 100 સ્થળોએ 10 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્થળે 100 જેટલા લોકો જોડાઈ શકે તે રીતે આયોજન થયું છે.

જામનગરમાં આ અભિયાનની શરૂઆત 10 નવેમ્બરથી થઈ ચૂકી છે. અહીં સવારે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે તથા સાંજે નર્મદેશ્વર મંદિર, પંચવટી ખાતે રોજિંદા યોગ સત્રો યોજાઈ રહ્યા છે. આ શિબિર 10 ડિસેમ્બર 2025 સુધી સતત ચાલુ રહેશે.

આ કાર્યક્રમનો હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વધતી મેદસ્વિતા સામે લડત આપવાનો છે.
રાજ્ય યોગ બોર્ડના જામનગર જિલ્લાના કો-ઓર્ડિનેટર હર્ષિતા મહેતાએ શહેરના નાગરિકોને આ યોગ અભિયાનમાં બહોળી સંખ્યામાં જોડાઈ સ્વસ્થ જીવનની દિશામાં એક પગલું ભરવા અનુરોધ કર્યો છે.

યોગ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓ આ લીંક દ્વારા રજીસ્ટ્રેશન કરી શકે છે.

You may also like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર, ગરમી સામે તંત્ર સજ્જ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર અનિશ્ચિતતા યથાવત્: અંત ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડોક્યુમેન્ટ જરૂરી બની જશે!

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને કેબિનેટ મંજૂરી: લગ્નથી લઈને લિવ-ઈન સુધી મોટા બદલાવ