દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98માં નિધન, હિન્દી સિનેમાએ ગુમાવી પોતાની પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત મહાન હસ્તીને

દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98માં નિધન, હિન્દી સિનેમાએ ગુમાવી પોતાની પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત મહાન હસ્તીને

બોલિવૂડના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમને ભારતમાં સૌથી વયસ્ક અભિનેત્રીનો સન્માન મળી ચૂક્યો હતો. 24 ફેબ્રુઆરી, 1927ના રોજ લાહોરમાં જન્મેલા કામિની કૌશલે 1946માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. તેમણે દિલીપ કુમાર, રાજ કપૂર સહિત અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે.

કામિની કૌશલની ફિલ્મી કારકિર્દીમાં ‘શહીદ’, ‘નદિયા કે પાર’, ‘શબનમ’, ‘આરઝૂ’, ‘બિરાજ બહૂ’, ‘દો ભાઈ’, ‘ઝિદ્દી’, ‘પારસ’, ‘નમૂના’, ‘ઝાંઝર’, ‘આબરૂ’, ‘બડે સરકાર’, ‘જેલર’, ‘નાઇટ ક્લબ’ અને ‘નીચા નગર’ જેવી અનેક હિટ ફિલ્મો સામેલ છે. ‘નીચા નગર’ ફિલ્મને સૌપ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. તેઓ ટેલિવિઝનની સિરિયલ ‘ચાંદ સિતારે’માં પણ દેખાઈ હતી.

રસપ્રદ વાત એ છે કે ધર્મેન્દ્રના પ્રથમ કો-સ્ટાર કામિની કૌશલ જ હતા. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર તેમના સાથેની યાદગાર તસવીર શેર કરી હતી.

કામિની કૌશલનું બાળપણ ઘોડેસવારી, ભરતનાટ્યમ, સ્વિમિંગ અને શિલ્પકલા શીખતા પસાર થયું હતું. તેમના પિતા પ્રખ્યાત વૈજ્ઞાનિક શિવરામ કશ્યપ હતા. રેડિયો નાટકો અને રંગભૂમિમાં અભ્યાસ કરતી વખતે તેમને કુશળ અભિનયની કલા વિકસાવી હતી.

કામિની કૌશલના નિધનથી હિન્દી સિનેમાએ એક મહાન હસ્તીને ગુમાવી દીધું છે.

You may also like

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં