ભારત હવે સમુદ્રના પેટાળમાં સ્થાપશે આધુનિક સી-લેબ: 6 કિલોમીટર ઉંડે સંશોધન કેન્દ્રની યોજના Nov 13, 2025 નવી દિલ્હી: ચંદ્રયાન અને સ્પેસ લેબ જેવી સિદ્ધિઓ પછી ભારત હવે સમુદ્ર સંશોધનમાં પણ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. દેશ હવે હિન્દ મહાસાગરના તળિયે 6 કિલોમીટર ઉંડે ‘સી-લેબ’ (સમુદ્ર લેબોરેટરી) સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ “વિઝન 2047” હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, ચેન્નઈ દ્વારા અમલમાં મુકવામાં આવશે અને આશરે 2050 સુધીમાં પૂરું થઈ જશે.આ પ્રોજેક્ટ અંતર્ગત સમુદ્રના તળિયે એક આધુનિક પારદર્શક લેબોરેટરી તૈયાર કરવામાં આવશે, જ્યાંથી સમુદ્રના જીવસૃષ્ટિ, ગતિવિધિઓ અને પર્યાવરણનું સીધું નિરીક્ષણ શક્ય બનશે. આ લેબ માનવ જીવન માટે સમુદ્રમાં રહેઠાણના સંભાવિત માધ્યમો શોધવા માટે પણ ઉપયોગી બનશે.પ્રથમ તબક્કામાં 500 મીટર ઊંડાઈએ ત્રણ સંશોધકો રહી શકે તેવું નાનું સી-સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ, ખોરાક અને આરામની સુવિધાઓ રહેશે. સંશોધકોને લેબ સુધી પહોંચાડવા અને પાછા લાવવા માટે ખાસ ડિઝાઇન કરાયેલ સબમરીન વાહનનો ઉપયોગ કરવામાં આવશે.વિશ્વમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સનું ઉદાહરણ ખૂબ ઓછું છે. અમેરિકાના ફ્લોરિડામાં સ્થિત ઈન્ટરનેશનલ એક્વેરિયમ રીફ બેઝ 19 મીટર ઊંડાઈએ આવેલ છે. ચીન પણ 2030 સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની સી-લેબ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે.ભારતનો આ પ્રોજેક્ટ સાગર સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વને નવી દિશા આપશે અને ભવિષ્યમાં સમુદ્રના ઊંડાણમાં રહેઠાણ અને સંશોધન માટે માર્ગદર્શનરૂપ સાબિત થશે. Previous Post Next Post