સીંગતેલના ભાવમાં સતત ઉછાળો: માવઠાથી મગફળીના ઉત્પાદનને નુકસાન, માલખેંચની અસરથી ડબ્બાનો ભાવ 2600ની સપાટીને અડી રહ્યો છે Nov 13, 2025 રાજ્યના તેલબજારમાં હાલમાં સીંગતેલના ભાવોમાં સતત તેજી જોવા મળી રહી છે. માવઠાના કારણે મગફળીના ઉત્પાદન તથા ગુણવત્તા બંને પર અસર થતા બજારમાં પીલાણયોગ્ય માલની અછત ઊભી થઈ છે. આ સ્થિતિએ સીંગતેલના ભાવમાં એકધારી ઉછાળો લાવ્યો છે. આજે બજારમાં સીંગતેલના નવા ડબ્બાના ભાવમાં વધુ ₹20નો વધારો નોંધાયો હતો, જેથી દર 2,530 થી વધીને ₹2,580 સુધી પહોંચ્યો છે.તેલમિલરો અને વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ મગફળીની આવક મર્યાદિત છે અને જે માલ આવે છે તેની ક્વોલિટી પણ ઇચ્છિત નથી. પરિણામે સીંગતેલ માટે માલખેંચની સ્થિતિ સર્જાઈ છે. આ માંગ અને પુરવઠાની અસંતુલનને કારણે ભાવોમાં તેજીનો દોર ચાલુ રહ્યો છે.બજારના વિશ્લેષકોનું માનવું છે કે જો આવનારા દિવસોમાં મગફળીની આવકમાં વધારો નહીં થાય, તો સીંગતેલનો ભાવ ₹2,600નો આંકડો વટાવી જશે. હાલમાં તેલ ઉદ્યોગમાં કાચામાલની ઉપલબ્ધિ નબળી હોવાથી મિલરો ખરીદી માટે સ્પર્ધા કરી રહ્યા છે, જે તેજીનો મુખ્ય કારણ ગણાય છે.ઉલ્લેખનીય છે કે માવઠાએ ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પડેલા મગફળીના પાકને નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આથી આગામી દિવસોમાં પણ સીંગતેલના ભાવોમાં મજબૂત વલણ ચાલુ રહેવાની શક્યતા છે. Previous Post Next Post