પાક નુકસાન સહાય પેકેજ: આવતીકાલથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા Nov 13, 2025 રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પાક નુકસાન સહાય પેકેજ જાહેર કર્યું છે. કુલ ₹9,815 કરોડનું આ પેકેજ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ રૂપે ફાળવવામાં આવ્યું છે. કૃષિ વિભાગે આ અંગેનો ઠરાવ જાહેર કરતાં જણાવ્યું કે 14 નવેમ્બરથી બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી ખેડૂતો ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરી શકશે.કેવી રીતે અરજી કરવી?ખેડૂતોને કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ – https://krp.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ અરજી ગ્રામ પંચાયતના VCE (Village Computer Entrepreneur) અથવા VLE (Village Level Entrepreneur) મારફતે કરી શકાશે.અરજી માટેના મુખ્ય નિયમો નીચે મુજબ છે:અરજી માટે કોઈ ફી કે ચૂકવણું લેવાશે નહીં.ખેડૂતોએ સાધનિક દસ્તાવેજો (જેમ કે 7/12, આધાર કાર્ડ, બેન્ક વિગતો વગેરે) સાથે ઓનલાઈન અરજી કરવી રહેશે.માત્ર પાત્ર ખેડૂતજ સહાય માટે લાયક ગણાશે. સહાય કેવી રીતે મળશે?અરજીની ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતના બેન્ક ખાતામાં DBT (Direct Benefit Transfer) પદ્ધતિથી જમા કરવામાં આવશે.સહાયની ચુકવણી માટે PFMS અથવા RTGS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેથી રકમ સુરક્ષિત રીતે સીધી લાભાર્થી સુધી પહોંચે.આ માટે રાજ્યના 16,500 થી વધુ ગામોનું પોર્ટલ સાથે મેપિંગ પૂર્ણ થઈ ગયું છે, જેથી કોઈ પણ ખેડૂત અરજી પ્રક્રિયામાંથી વંચિત ન રહે. સરકારનો અભિગમકૃષિમંત્રીએ જણાવ્યું છે કે જે-તે અરજીઓ આવતા જ તેમની ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય અરજદારોને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવશે.તેમણે એ પણ જણાવ્યું કે જો જરૂર પડશે તો અરજી કરવાની સમય મર્યાદા વધારવા બાબતે સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે. પોર્ટલ શરૂ થવાનો દિવસ: 14 નવેમ્બરથી બપોરે 12 વાગ્યે અરજી કરવાની અંતિમ તારીખ: 15 દિવસ સુધી અરજી ક્યાં કરવી: https://krp.gujarat.gov.in અરજી કરવાની રીત: ગ્રામ પંચાયતના VCE/VLE મારફતે ઓનલાઈન સહાયની ચુકવણી: DBT મારફતે સીધી બેન્ક ખાતામાંઆ પેકેજથી હજારો ખેડૂતોને રાહત મળશે અને વરસાદના કારણે થયેલા આર્થિક નુકસાનની પૂરતી ભરપાઈ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. Previous Post Next Post